નોકરીની સાથે ભણતર: 10 પાસ ઉમેદવારો માટે AICTE નો ઐતિહાસિક નિર્ણય, જાણો નવો નિયમ

ધોરણ 10 પાસ યુવાનોને ટેક્નિકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીમાં આગળ વધારવાની સુવર્ણ તકો મળી રહે તે હેતુથી, AICTE દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 09:50 AM (IST)Updated: Thu, 24 Sep 2026 09:50 AM (IST)
aicte-diploma-admission-10th-pass-working-professionals-can-now-pursue-diploma-directly

AICTE Diploma Admission: ધોરણ 10 પાસ યુવાનોને ટેક્નિકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીમાં આગળ વધવાની સુવર્ણ તકો મળી રહે તે હેતુથી, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)  દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નવી જોગવાઈ પ્રમાણે, ધોરણ 10 પાસ કોઈ પણ વર્કિંગ પ્રોફેશનલ યુવાન AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પહેલા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકશે.

બેઠકમાં ભલામણોને આધારે નિર્ણય 

વર્કિંગ પ્રોફેશનલ્સની કારકિર્દી આગળ વધે તે હેતુથી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને 22 સપ્ટેમ્બરના 2026ના રોજ પરિપત્ર જારી કર્યો છે. તે પરિપત્ર પ્રમાણે, ઓલ ઈન્ડિયા બોર્ડ ઓફ ટેક્નિશિયન એજ્યુકેશનની 10 જૂનના રોજ આયોજિત બેઠકમાં કરવામાં આવેલી ભલામણોને આધારે મહત્વનો નિર્ણય લીધો છે.

વિશેષ કેટેગરીમાં પરીક્ષા લેવાશે કે નહીં?

આ નવા નિયમ પ્રમાણે, SSC પાસ વર્કિંગ પ્રોફેશનલ્સ 'વર્કિંગ પ્રોફેશનલ કેટેગરી' હેઠળ ડિપ્લોમા પ્રોગ્રામના પહેલા વર્ષમાં એડમિશન મેળવવા માટે લાયક રહેશે. આ પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો, સંબંધિત રાજ્ય સરકારના ટેક્નિકલ એજ્યુકેશન ડિરેક્ટોરેટ દ્વારા નિર્ધારિત વર્તમાન પ્રવેશ અથવા પ્રવેશ પરીક્ષા પદ્ધતિથી જ હાથ ધરાશે. AICTE માન્ય સંસ્થાઓ આ વિશેષ કેટેગરી માટે કોઈ ઈન્સ્ટિટ્યૂશનલ લેવલની પરીક્ષા લેશે નહીં જેથી એડમિશન પ્રોસેસ પારદર્શક અને સરળ રહે.

નવા નિયમનો પાલન કરવા અનુરોધ

સમગ્ર દેશભરના રાજ્યો અને UTના ટેક્નિકલ એજ્યુકેશન ડિરેક્ટર્સને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા અને તેમના કાર્યક્ષેત્રની તમામ AICTE માન્ય સંસ્થાઓ એડમિશન આપવા દરમિયાન તમામ જોગવાઈઓનું પાલન કરે તે માટે ખાસ અનુરોધ કરાયો છે.