Devbhumi Dwarka Job Fair 2026: આજે જામખંભાળિયા ITIમાં ભરતીમેળો, ઉમેદવારો સીધા હાજર રહી શકશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા 13 ઓગસ્ટ, 2026ના રોજ જામખંભાળિયા ITI ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ઓપન જોબફેરમાં SSC, BCA, MCA લાયકાત ધરાવતા ઉમેદવારો વિવિધ પદો માટે સીધા હાજર રહી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 06:00 AM (IST)Updated: Thu, 13 Aug 2026 06:00 AM (IST)
devbhumi-dwarka-job-fair-2026-jamkhambhaliya-iti-bharti-mela-on-august-13-check-date-and-eligibility

Devbhumi Dwarka Job Fair 2026: જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આજ રોજ 13 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10.30 કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ ભરતી મેળો (Jamkhambhaliya ITI Bharti Mela) યોજાશે.

ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.

જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને SSC, BCA, MCA જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સોફ્ટ સ્કિલ્સ, બ્યુટી અને CCC, Telly ટ્રેનર, બ્યૂટિશિયન, સેલ્સ ગર્લ્સ, વીમા હેલ્પર, રીગર શિક્ષક, જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.

આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ રોજગાર અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.