Navratri 2026 Gujarati Calendar: વર્ષ 2026માં ક્યારે આવશે ચૈત્ર, શારદીય અને ગુપ્ત નવરાત્રી? અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ અને તારીખો

હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે. શક્તિની ઉપાસનાનું આ પર્વ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. જેમાં બે પ્રત્યક્ષ નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રીનો સમાવેશ થાય છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 14 Dec 2025 09:39 AM (IST)Updated: Sun, 14 Dec 2025 09:39 AM (IST)
navratri-2026-gujarati-calendar-with-dates-tithi-and-shubh-muhurat

Navratri 2026 Gujarati Calendar (નવરાત્રી કેલેન્ડર 2026): હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે. શક્તિની ઉપાસનાનું આ પર્વ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. જેમાં બે પ્રત્યક્ષ નવરાત્રી (ચૈત્ર અને શારદીય) અને બે ગુપ્ત નવરાત્રી (માઘ અને અષાઢ) નો સમાવેશ થાય છે. 2026 ના વર્ષની શરૂઆત થવાની તૈયારીમાં છે, ત્યારે માઈભક્તોમાં માતાજીની આરાધનાના આ પવિત્ર દિવસો વિશે જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે.

વર્ષમાં 4 વખત ઉજવાય છે શક્તિ પર્વ

દેવી પુરાણ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવરાત્રી દરમિયાન આદિશક્તિ માતા દુર્ગા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. સામાન્ય રીતે લોકો ચૈત્ર અને શારદીય નવરાત્રી વિશે વધુ જાણે છે, પરંતુ તંત્ર સાધના અને વિશેષ સિદ્ધિઓ માટે માઘ અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીનું પણ અનેરું મહત્વ છે. ગુપ્ત નવરાત્રીમાં દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2026 ગુજરાતી કેલેન્ડર (Chaitra Navratri 2026 Gujarati Calendar)

  • તારીખ - 19 માર્ચ 2026 થી 27 માર્ચ 2026
  • ઘટસ્થાપન મુહૂર્ત - સવારે 6.52 થી સવારે 7.43 વાગ્યા સુધી
  • અભિજિત મુહૂર્ત - બપોરે 12.05 થી 12.53 વાગ્યા સુધી

ચૈત્ર નવરાત્રી 2026 તારીખ

  • 19 માર્ચ - પ્રતિપદા તિથિ, ઘટસ્થાપન, મા શૈલપુત્રી
  • 20 માર્ચ - દ્વિતિયા તિથિ, મા બ્રહ્મચારિણી
  • 21 માર્ચ - તૃતીયા તિથિ, મા ચંદ્રઘંટા
  • 22 માર્ચ - ચતુર્થી તિથિ, મા કુષ્માંડા
  • 23 માર્ચ - પંચમી તિથિ, મા સ્કંદમાતા
  • 24 માર્ચ - ષષ્ઠી તિથિ, મા કાત્યાયની
  • 25 માર્ચ - સપ્તમી તિથિ, મા કાલરાત્રી
  • 26 માર્ચ - અષ્ટમી તિથિ, મા મહાગૌરી, રામ નવમી
  • 27 માર્ચ - નવમી તિથિ, મા સિદ્ધિદાત્રી, વ્રત પારણ

શારદીય નવરાત્રી 2026 ગુજરાતી કેલેન્ડર (Shardiya Navratri 2026 Gujarati Calendar)

  • તારીખ - ઓક્ટોબર 11, 2026 થી 20 ઓક્ટોબર, 2026
  • ઘટસ્થાપન મુહૂર્ત - સવારે 6:19 થી સવારે 10:12 વાગ્યા સુધી
  • અભિજિત મુહૂર્ત - સવારે 11:44 AM થી બપોરે 12:31 વાગ્યા સુધી

શારદીય નવરાત્રી 2026 તારીખ

  • 11 ઓક્ટોબર – પ્રતિપદા તિથિ, ઘટસ્થાપન, મા શૈલપુત્રી
  • 12 ઓક્ટોબર - દ્વિતિયા તિથિ, મા બ્રહ્મચારિણી
  • 13 ઓક્ટોબર – તૃતીયા તિથિ, મા ચંદ્રઘંટા
  • 14 ઓક્ટોબર - ચતુર્થી તિથિ, મા કુષ્માંડા
  • 15 ઓક્ટોબર – પંચમી તિથિ, મા સ્કંદમાતા
  • 16 ઓક્ટોબર – ષષ્ઠી તિથિ, મા કાત્યાયની
  • 17 ઓક્ટોબર - સપ્તમી તિથિ, મા કાલરાત્રી
  • 18 ઓક્ટોબર – સપ્તમી તિથિ
  • 19 ઓક્ટોબર – મહાઅષ્ટમી તિથિ, મા મહાગૌરી
  • 20 ઓક્ટોબર - મહા નવમી તિથિ, મા સિદ્ધિદાત્રી, વ્રત પારણ, વિજયાદશમી

માઘ ગુપ્ત નવરાત્રી 2026 (Magh Gupt Navratri 2026)

  • તારીખ: જાન્યુઆરી 19, 2026 થી 27 જાન્યુઆરી, 2026
  • ઘટસ્થાપન મુહૂર્ત: સવારે 7:14 થી 10:46 વાગ્યા સુધી

અષાઢ ગુપ્ત નવરાત્રી 2026 (Ashadh Gupt Navratri 2026)

  • તારીખ: જુલાઈ 15, 2026 થી 23 જુલાઈ, 2026
  • ઘટસ્થાપન મુહૂર્ત: સવારે 5:33 થી 10:39 વાગ્યા સુધી