Elon Musk: એલોન મસ્કની X પ્લેટફોર્મ પર મોટી સ્ટ્રાઈક, અશ્લીલ સામગ્રી ફેલાવતા 600 એકાઉન્ટ્સ ડિલીટ અને હજારો પોસ્ટ બ્લોક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ અશ્લીલ કન્ટેન્ટ બાબતે એક મોટો નિર્ણય લીધો છે. પ્લેટફોર્મે તાજેતરમાં 3,500 પોસ્ટ બ્લોક કરી છે અને 600 એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 11 Jan 2026 11:00 AM (IST)Updated: Sun, 11 Jan 2026 11:00 AM (IST)
x-deletes-600-accounts-3500-posts-over-grok-obscene-content-row

Elon Musk X Platform: એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ અશ્લીલ કન્ટેન્ટ બાબતે એક મોટો નિર્ણય લીધો છે. પ્લેટફોર્મે તાજેતરમાં 3,500 પોસ્ટ બ્લોક કરી છે અને 600 એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે. આ કાર્યવાહી ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વાંધાજનક સામગ્રી અંગે મોકલવામાં આવેલા પત્રના એક અઠવાડિયા પછી કરવામાં આવી છે.

ભારતીય કાયદાઓનું પાલન કરવાનું વચન
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપનીએ કન્ટેન્ટ બાબતે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભારતીય કાયદા અનુસાર કામ કરવાની ખાતરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, X હવે તેના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના વાંધાજનક કન્ટેન્ટને મંજૂરી આપશે નહીં અને સરકારી માર્ગદર્શિકા (Guidelines) મુજબ જ કામ કરશે.

Grok AI અને તેનાથી સર્જાયેલો વિવાદ
Grok એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ છે, જેને એલોન મસ્કની કંપની xAI દ્વારા બનાવવામાં આવી છે. તાજેતરમાં Grok દ્વારા તૈયાર કરવામાં આવતી અશ્લીલ છબીઓ અને તેના એડિટિંગ ફીચરને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. આ AI ટૂલનો દુરુપયોગ કરીને મહિલાઓ અને સગીરોની તસવીરોનો ઉપયોગ કરીને અશ્લીલ સામગ્રી બનાવવામાં આવી રહી હતી, જેની સરકારે ગંભીર નોંધ લીધી હતી.

વાંધાજનક તસવીરો પર પ્રતિબંધ
આ વિવાદને પગલે X પ્લેટફોર્મ પર હવે Grok AI દ્વારા બિકીની અથવા અશ્લીલ તસવીરો બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ ઘણા યુઝર્સ ટેક્સ્ટ કમાન્ડ અથવા વોઈસ પ્રોમ્પ્ટ આપીને Grok દ્વારા આવું વાંધાજનક કન્ટેન્ટ જનરેટ કરી રહ્યા હતા, પરંતુ હવે પ્લેટફોર્મે આવા એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.