8th Pay Commission Latest Update:8માં પગાર પંચને લઈ અત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું આ વખતે બેઝીક પગારમાં 283 ટકાનો વધારો થઈ શકે છે. હકીકતમાં કર્મચારી સંગઠનો તરફથી પગાર નક્કી કરવાની નવી ફોર્મ્યુલા અને ફિટમેન્ટ ફેક્ટરને લઈ અનેક સૂચનો આપ્યા છે. તેમણે એક દરખાસતના બેઝીક પર 283 ટકા સુધી વધારો કરવાની ચર્ચા શરૂ કરી છે. જોકે, અત્યરે તેને લઈ સરકાર તરફથી તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
283 ટકા વધારો થવા પાછળનું ગણિત શું છે
આ આંકડા તે દરખાસ્ત સાથે સંકળાયેલ છે કે જેમાં લઘુતમ બેઝીક પગાર વર્તમાન રૂપિયા 18000થી વધીને આશરે રૂપિયા 69,000 કરવાની માંગ થઈ છે. આ વધારો આશરે 283 ટકા થાય છે. તે માટે આશરે 3.83 ફિટમેન્ટ ફેક્ટર અંગે સૂચન આપવામાં આવ્યું છે. જોકે, આ ફક્ત એક દરખાસ્ત છે. 8માં પગાર પંચ તરફથી કોઈ જ ભલામણ કરવામાં આવી નથી અને કેન્દ્રએ પણ કોઈ જ ભલામણને મંજૂરી આપી નથી.
ફિટમેન્ટ ફેક્ટર શું છે?
ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે વપરાતો ગુણાંક છે. 7માં પગાર પંચમાં તે 2.57 હતો. હવે કર્મચારી સંગઠનો ઇચ્છે છે કે 8મા પગાર પંચમાં તેમાં વધારો કરવામાં આવે જેથી કર્મચારીઓને ફુગાવા અને વધતા ખર્ચને અનુરૂપ સારો પગાર મળે. જોકે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર કમિશનની ભલામણો અને સરકારની મંજૂરી પછી જ નક્કી કરવામાં આવશે.
તો શું ખરેખર પગારમાં આટલો વધારો થશે?
જવાબ હાલમાં અસ્પષ્ટ છે. 283% વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.આ કર્મચારી સંગઠનોની માંગણીઓ અને સંભવિત ગણતરી પર આધારિત છે. ચોક્કસ પગાર વધારો કમિશનની ભલામણો, સરકારના નિર્ણય અને ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે. ઘણા નિષ્ણાતો માને છે કે અંતિમ વધારો તેનાથી પણ ઓછો હોઈ શકે છે.
