Rs.500 Currency Notes: શુ રૂપિયા 500ની નોટ માર્ચ 2026થી બંધ થઈ જશે? ગેરમાર્ગે દોરતી માહિતી અંગે સરકારે કરી સ્પષ્ટતા

સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરવાને લગતી કોઈ જાહેરાત કરી નથી. આ દાવો બિલકુલ ખોટો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 02 Jan 2026 07:08 PM (IST)Updated: Fri 02 Jan 2026 07:08 PM (IST)
will-rs-500-currency-notes-be-discontinued-by-march-2026-government-clarifies-on-misleading-information-666892

Fake News Rs 500 Note:સોશિયલ મીડિયા પર રૂપિયા 500ની ચલણી નોટ બંધ થવાની જે અફવા વહેતી થઈ હતી તેને સરકારે નકારી કાઢી છે અને આ અંગે સ્પષ્ટતા કરી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ એક ફેક્ટ ચેક રિપોર્ટ જારી કર્યો છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરવાને લગતી કોઈ જાહેરાત કરી નથી. આ દાવો બિલકુલ ખોટો છે.

લોકોએ આ પ્રકારની માહિતીથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. રૂપિયા 500ની નોટ સંપૂર્ણપણે માન્ય છે. તેનો આર્થિક વ્યવહારમાં ઉપયોગ કરી શકાય છે અને આગળ જતા પણ યથાવત રહેશે.

PIBએ તેમના અધિકૃત એક્સ હેન્ડલ પર આ માહિતીને નકારી કાઢી હતી અને કહ્યું કે કેટલાક સોશિયલ મીડિયા પ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) માર્ચ 2026થી રૂપિયા 500ની ચલણી નોટ બંધ કરી દેશે. PIBFactCheck: આ દાવો ખોટો છે. RBI દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

એજન્સીએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારની માહિતી પર વિશ્વાસ કરવામાં ન આવે અને તેને અન્ય કોઈ જગ્યાએ શેર કરતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવામાં આવે. રૂપિયા 500ની નટ બંધ નથી કરવામાં આવી. તે કાનૂની રીતે માન્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે રૂપિયા 500ની નોટ બંધ થવાને લગતી અફવા ફેલાઈ છે. આ અગાઉ પણ આ પ્રકારની માહિતી અનેક વખત સામે આવી ચુકી છે.

અગાઉ જૂન મહિનામાં PIBની ફેક્ટ-ચેકિંગ યુનિટે આ પ્રકારની અફવાને નકારી દીધી હતી. ત્યારે એક યુટ્યુબ ચેનલ પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો કે માર્ચ 2026થી રૂપિયા 500ની નોટ ચલણમાં બંધ થઈ જઈ રહી છે. સરકારે તેને બિલકુલ ખોટી માહિતી ગણાવી હતી.