India's Power Strait Of Malacca: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સમગ્ર વિશ્વ માટે મોટી ચિંતાનું કારણ બનેલો છે, તેમાંથી ભારત પણ અપવાદ નથી. પણ ભારત હવે સમુદ્રી માર્ગોને લઈ ઘણુબધુ શીખી રહ્યો છે.જે રીતે ઈરાને વિશ્વને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો છે બસ એવી જ રીતે ભારત પણ સમુદ્રમાં પોતાની શક્તિને વધારવા પર કામ કરી રહ્યું છે અને આ શક્તિ છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ.
ગ્રેટ નિકોબાર આઈલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારત સરકારનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે. તે આઈસલેન્ડ સ્ટ્રેટ ઓફ મલક્કાની ખૂબ જ નજીક છે, જે વિશ્વના સૌથી મોટા સમુદ્રી વ્યાપાર માર્ગો પૈકી એક છે.
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની શું વિશેષતા છે
ગ્રેટ નિકોબાર આઈસલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભારતને હિંદ મહાસાગર વિસ્તારમાં નવી વ્યૂહાત્મક શક્તિ પ્રદાન કરવાનો છે. તેને એક મુખ્ય સમુદ્રી વ્યાપાર, લોજિસ્ટીક તથા સમુદ્રી શક્તિ તરીકે સ્થાપિત કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગલાથિયા બે માં એક આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, એક ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ, આધુનિક ટાઉનશિપ હશે, જે ઘર, હોસ્પિટલ, હોટલ જેવી સુવિધા સાથે ગેસ અને સોલર એનર્જીથી સંચાલિત વીજળી પ્રોજેક્ટ તૈયાર કરશે. જેથી કોઈ જ અવરોધ વગર આઈસલેન્ટ પર વીજળી સપ્લાઈ જળવાઈ રહે.
ભારતને શું ફાયદો થશે
વર્તમાન સમયમાં ભારતના ઘણાખરા કન્ટેનર કાર્ગો શ્રીલંકા અને સિંગાપુરના પોર્ટ મારફતે ટ્રાન્સશિપ થાય છે. ગ્રેટ નિકોબારમાં ઈન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનવાથી ભારત પોતે જહાજોના માલ-સામાનની અવર-જવરનું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટ બાદ ભારતની વિદેશી પોર્ટ પરની નિર્ભરતા ઘટશે તથા મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણનું નુકસાન બચાવી શકાશે. આ સાથે ભારતને પોર્ટના ચાર્જીસ તથા લોજિસ્ટીક્સથી થતી આવક શક્ય બનશે.
