Anand Mahindra Family: 1.9 લાખ કરોડના મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રા ભારતના પ્રખ્યાત અબજોપતિમાંના એક છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને અવારનવાર પોસ્ટ કરતાં રહે છે. યુવાનોમાં પણ તેમની લોકપ્રિયતા ઘણી છે. ચાલો જાણીએ કે તેમના પરિવારમાં કોણ છે અને કોણ સંભાળશે તેમનો કરોડોનો બિઝનેસ…
શું કરે છે આનંદ મહિન્દ્રાનો પરિવાર
આનંદ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપને સંભાળે છે. મહિન્દ્રાનો બિઝનેસ ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર, આઈટી અને એરોસ્પેસ સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આનંદ મહિન્દ્રાની પત્નીનું નામ અનુરાધા મહિન્દ્રા છે. અનુરાધા હાલમાં બે મેગેઝિનની સંપાદક છે. વર્વે અને મેન્સ વર્લ્ડ. તેમને બે દીકરીઓ છે - દિવ્યા અને આલીકા. પરંતુ તે ગ્રુપની કોઈપણ કંપનીમાં મુખ્ય હોદ્દા પર નથી.
દિવ્યાએ ન્યૂયોર્કથી ડિઝાઇનિંગ અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ત્યારબાદ તેણે 2009 માં ફ્રીલાન્સર તરીકે કામ કર્યું અને પછી 2015 થી માતાના વર્વે મેગેઝિનમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.
વિદેશમાં રહે છે આનંદ મહિન્દ્રાની બંને દીકરીઓ
દિવ્યાએ મેક્સીકન મૂળના આર્ટિસ્ટ ડેવિડ ઝપાટા સાથે લગ્ન કર્યા છે. હાલ તે તેના પતિ સાથે અમેરિકામાં રહે છે. મહિન્દ્રાની બીજી પુત્રી આલિકાએ ફ્રેન્ચ નાગરિક સાથે લગ્ન કર્યા છે. તે તેની માતા અનુરાધાના મેગેઝીનની સંપાદકીય નિર્દેશક છે.
મહિન્દ્રા ગ્રુપની કમાન કોણ સંભાળશે
એકવાર બોર્ડ મીટિંગમાં આનંદ મહિન્દ્રાને પુછવામાં આવ્યું કે તેમની પુત્રીઓ તેમના વ્યવસાયમાં કેમ જોડાઈ નથી ? જેના જવાબમાં તેમણે કહ્યું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માત્ર એક પારિવારિક વ્યવસાય નથી, તે તેમની માતાને મેગેઝિનના કામમાં મદદ કરે છે. તેમની બંને દીકરીઓ ફેમિલી બિઝનેસનો હિસ્સો છે. તેમણે દીકરીઓને પોતાના નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. ક્યારેય તેમને કંપનીમાં જોડાવા માટે દબાણ નથી કર્યું.
જોકે આનંદ મહિન્દ્રા પછી મહિન્દ્રા ગ્રુપના કરોડો ડોલરના બિઝનેસ સામ્રાજ્યને કોણ આગળ વધારશે તે હજુ સુધી સામે આવ્યું નથી.
