Annual Recharge Plan: 2026માં રિચાર્જ કરાવવાની ઝંઝટ છોડો, આખું વર્ષ ટેન્શન ફ્રી રાખશે આ પ્લાન; મળશે અનલિમિટેડ ડેટા એક્સેસ

VIના કેટલાક વાર્ષિક રિચાર્જ પ્લાન્સમાં ડેઈલી ડેટાની સાથે-સાથે શરૂઆતના 90 દિવસ એટલે કે 3 મહિના માટે 50 GB એક્સ્ટ્રા ડેટા એક્સેસ મળે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 09:11 PM (IST)Updated: Sun, 14 Dec 2025 09:11 PM (IST)
which-annual-recharge-plan-is-best-for-me-best-365-days-prepaid-plan
HIGHLIGHTS
  • BSNLનો વાર્ષિક રિચાર્જ પ્લાન દેશમાં સૌથી સસ્તો છે

Annual Recharge Plan: હાલ ડિસેમ્બર મહિનાનો બીજુ અઠવાડિયું પુરુ થઈ રહ્યું છે અને 15 દિવસ પછી નવું વર્ષ 2026 શરૂ થઈ જશે. જો તમે પણ નવા વર્ષમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાં પડવા નથી માંગતા અને આખા વર્ષ માટે ટેન્શન ફ્રી રહેવા માંગો છો, તો આજે અમે આપને દેશની ટોપ ટેલિકૉમ કંપનીઓ Jio, Airtel, VI અને BSNLના કેટલાક એવા પ્લાન વિશે જણાવીશું, જે તમને 365 દિવસ સુધીની વેલિડિટી તો આપે જ છે, પરંતુ આ સાથે તમને અઢળક બેનિફિટ્સ પણ મળશે.

આમ પણ તમામ ટેલિકૉમ કંપનીઓ પોતાના યુઝર્સને ધ્યાનમાં રાખીને અવારનવાર પોતાના રિચાર્જ પોર્ટફોલિયોમાં ચેન્જિસ કરતી રહે છે. હાલ ટેલિકોમ કંપનીઓ ક્યા એન્યૂઅલ પ્લાન આપી રહી છે, તેના પર નજર નાંખીએ તો

Airtelનો 3599 રૂપિયાનો રિચાર્જ પ્લાનઃ એરટેલનો આ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં યુજર્સને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ્સની સાથે-સાથે ડેઈલી 2GB ડેટા અને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા એક્સેસ પણ સામેલ છે. આ સિવાય પ્લાનમાં પ્રો AI સબ્સક્રિપ્શન પણ સામેલ છે.

Airtelનો 3999 રૂપિયાનો રિચાર્જ પ્લાનઃ એરટેલનો આ પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જો કે આ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સાથે-સાથે ડેઈલી 2.5GB ડેટા અને દરરોજના 100 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનમાં પણ 5G ડેટા સામેલ છે. આ સાથે જ Jio Hotstar અને પરપલેક્સિટી પ્રો AI સબ્સસ્ક્રીપ્શન પણ સામેલ છે.

naidunia_image

Jioનો 3599નો રિચાર્જ પ્લાન: 365 દિવસની વેલિડિટી ધરાવતા Jioના આ પ્લાનમાં યુઝર્સને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સની સાથે-સાથે ડેઈલી 2.5GB ડેટા અને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ 5G ડેટા સામલ છે. આ સાથે જ પ્લાનમાં Jio હોટ સ્ટારની સાથે-સાથે જેમિની પ્રો પ્લાન સહિત અન્ય અઢળક બેનિફિટ્સ પણ સામેલ છે.

BSNLનો 2399 રૂપિયાનો રિચાર્જ પ્લાનઃ BSNLનો 365 દિવસની વેલિડિટી અને ડેઈલી 2GB ડેટા આપતો આ દેશનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન છે. જેમાં યુઝર્સને લાંબી વેલિડિટીની સાથે સાથે ડેટા એક્સેસ, અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને ડેઈલી 100 SMS મળે છે.

naidunia_image

VIના વાર્ષિક રિચાર્જ પ્લાનઃ વોડાફોન-આઈડિયા (VI)ના પોર્ટફોલિયોમાં એક વર્ષ એટલે કે 365 દિવસ સુધી ચાલે તેવા અઢળક પ્લાન્સ છે. જેની કિંમત 3499 (ડેઈલી 1.5GB ડેટા), 3599 (ડેઈલી 2GB ડેટા), 3699 (ડેઈલી 2GB ડેટા) 3799 (ડેઈલી 2GB ડેટા), 3999 (ડેઈલી 2GB ડેટા) અને 4999 (ડેઈલી 2GB ડેટા) છે. આ તમામ પ્લાન્સમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ કરવા મળશે.

જો કે કંપનીના 3499, 3699 અને 3799 રૂપિયાના રિચાર્જ પ્લાન્સની સાથે 90 દિવસ માટે 50 GB એક્સ્ટ્રા ડેટા એક્સેસ કરવા મળે છે. આ ઉપરાંત આ તમામ પ્લાન્સ અનલિમિટેડ 5G ડેટા બેનિફિટ્સ સાથે આવે છે. જેની વિગતો તમે VI વેબસાઈટ્સ કે એપ્લિકેશન પર જઈને જોઈ શકો છો.