Visa Free Entry:ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, હવે આ દેશમાં 30 દિવસ Visa Free પ્રવાસ કરી શકશે

Visa Free Entry: જો તમે વિદેશ ફરવા જવાની યોજના ધરાવતા હોય તો આ માહિતી તમારા માટે વિશેષ છે. કારણ કે ઉઝબેકિસ્તાન(Uzbekistan)ની સરકારે ભારકીય નાગરિકોને માટે 30 દિવસ સુધી વિઝા ફ્રી એન્ટ્રી આપવાની સુવિધા શરૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 09:39 PM (IST)Updated: Sun, 30 Aug 2026 09:39 PM (IST)
visa-free-entry-good-news-for-indians-now-they-can-travel-to-this-country-visa-free-for-30-days

Visa Free Entry: જો તમે વિદેશ ફરવા જવાની યોજના ધરાવતા હોય તો આ માહિતી તમારા માટે વિશેષ છે. કારણ કે ઉઝબેકિસ્તાન(Uzbekistan)ની સરકારે ભારકીય નાગરિકોને માટે 30 દિવસ સુધી વિઝા ફ્રી એન્ટ્રી આપવાની સુવિધા શરૂ કરી છે. આ સંજોગોમાં ભારતીય યાત્રીઓએ ઉઝબેકિસ્તાન જવા માટે વિઝા પ્રક્રિયા કરવામાંથી મુક્તિ મળી જશે.

આ જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનની બે દિવસની યાત્રા દરમિયાન કરી છે. રવિવારે તાશકંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ વચ્ચે પ્રતિનિધિમંડળ લેવલની વાતચીત થઈ હતી. આ દરમિયાન બન્ને દેશ વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવે ભારતીય નાગરિકો માટે 30 દિવસ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. તેનો સીધો ફાયદો એવા ભારતીયોને મળે છે કે જે ઉઝબેકિસ્તાન ફરવા, બિઝનેસ અથવા અન્ય કારણોથી જવા ઈચ્છે છે. આ નિર્ણયથી બન્ને દેશના લોકોના અવર-જવરમાં સરળતા રહેશે. ઉઝબેકિસ્તાનનું માનવું છે કે તેનાથી ટુરિઝમ, બિઝનેસ એક્સચેન્જ અને પીપલ-ટુ-પીપલ કનેક્ટિવિટી વધશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા દરમિયાન બન્ને દેશો તેમના સંબંધોને કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ અંતર્ગત લઈ જવા સહમતી વ્યક્ત કરી છે. બન્ને દેશ વર્ષ 2026માં તેમની વ્યૂહાત્મક ભાગીદારી 15 વર્ષ પૂરા કરી રહેલ છે. આ સાથે જ ભારત અને ઉઝબેકિસ્તાને વર્ષ 2030 સુધી બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષિય વ્યાપારને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.