Vi SuperHero Recharge Pack: 12 કલાક માટે મળશે અનલિમિટેડ ડેટા, માત્ર આટલા રૂપિયાનું રિચાર્જ કરાવવાથી મળશે અઢળક લાભ

રૂ. 3999નું રિચાર્જ કરાવવા પર એક વર્ષ માટે ડેઈલી 2 GB ઉપરાંત રાતે 12 થી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી એક્સ્ટ્રા અનલિમિટેડ ડેટા એક્સેસ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Nov 2025 06:11 PM (IST)Updated: Wed, 12 Nov 2025 06:11 PM (IST)
vi-superhero-recharge-pack-give-free-unlimited-data-weekend-data-rollover
HIGHLIGHTS
  • 28 દિવસ સુધી અનલિમિટેડ વૉઈસ કૉલિંગ અને Jio Hotstarનું સબસ્ક્રીપ્શન
  • રિચાર્જ પર યુઝર્સને વીક એન્ડ ડેટા રોલ ઓવરની સુવિધા મળશે

Vi SuperHero Recharge Pack, Vi Prepaid Plans: વોડાફોન-આઈડિયા (VI) દેશની ટોપ ટેલિકોમ કંપની પૈકીની એક છે. VI અવારનવાર પોતાના ગ્રાહકો માટે સારા રિચાર્જ પ્લાન લઈને આવતી રહે છે. કંપની પોતાના યુઝર્સ માટે નોન સ્ટોપ હીરો, સુપર હીરો, હીરો અનલિમિટેડ અને અનલિમિટેડ જેવી કેટેગરીમાં રિચાર્જ પ્લાન પુરા પાડી રહી છે. જેના ફાયદા વિશે ઘણાં યુઝર્સે પુરો ખ્યાલ પણ નથી હોતો.

VI પાસે સુપર હીરો કેટેગરીમાં એક ખાસ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સને અડધા દિવસ સુધી ફ્રીમાં અનલિમિટેડ ડેટા વાપરવા માટે મળે છે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સહિત અઢળક બેનિફિટ્સ પણ મળી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ VIના સુપર હીરો રિચાર્જ પેક વિશે. આ પ્લાન અંતર્ગત યુઝર્સે મહિને 399 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં યુઝર્સને અડધો દિવસ એટલે કે રાતે 12 થી બીજા દિવસે બપોરના 12 વાગ્યા સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા એક્સેસ કરવા માટે મળે છે.

આ રિચાર્જ પ્લાન 399 અને 3999 રૂપિયામાં લઈ શકાય છે. જે પૈકી 399 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન્સની વિગતો કંપનીના ઑફિશિયલ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે.

રૂ. 399નું રિચાર્જ કરાવવા પર યુઝર્સે દરરોજ 2GB ડેટા તો મળવાનો જ છે. આ સિવાય રાતે 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના બાર કલાકનો અનલિમિટેડ ડેટા અલગ મળશે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગનો પણ ફાયદો મળશે, જેમાં રોમિંગ પણ સામેલ છે.

VIનું 399 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો, તમને દરરોજના 100 SMS કરવા મળશે. આ સાથે જ Jio Hotstarનું સબસ્ક્રીપ્શન પણ ફ્રીમાં મળી રહેશે. જેમાં તમે Live TV, OTT અને સ્પોર્ટ્સ વગેરે જોઈ શકો છો. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં યુઝર્સને વીક એન્ડ ડેટા રોલ ઓવરની સુવિધા મળે છે.

આવી જ રીતે રૂ. 3999નું રિચાર્જ કરાવવા પર ઉપરોક્ત તમામ સુવિધા એક વર્ષ એટલે કે 365 દિવસ માટે મળી રહે છે. VIના પોર્ટફોલિયોમાં અનેક રિચાર્જ પ્લાન છે. પ્રીપેડ સેગમેન્ટમાં કંપની અન્ય અઢળક ફાયદા આપી રહી છે.