Aadhaar Card Update: ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માટે માત્ર 4 દિવસનો સમય બાકી, પછી આપવો પડશે આટલો ચાર્જ; જાણો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 10 Sep 2024 09:45 AM (IST)Updated: Tue, 10 Sep 2024 09:45 AM (IST)
update-aadhaar-details-online-for-free-before-september-14-how-to-guide

Aadhaar Card Free Update: ભારતમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્ત્વનું ડોક્યૂમેન્ટ છે. ઓળખ માટે, બેંક સંબંધિત કામ, નોકરી અથવા કોઈ સરકારી યોજના તમામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. હાલમાં 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા એકદમ મફતમાં છે. જો કે, હવે ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માટે માત્ર 4 દિવસનો સમય જ બાકી છે. જે પછી આધાર અપડેટ કરાવવા માટે ચાર્જ આપવો પડશે. ત્યારે જાણો આધાર અપડેટ કરવાની પ્રોસેસ.

આધાર અપડેટ (Adhar Card)

આધાર રજિસ્ટ્રેશનની તારીખથી દર 10 વર્ષે POI અને POA ડોક્યૂમેન્ટને અપડેટ કરવાના હોય છે. જે માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 14 સપ્ટેમ્બર, 2024 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારે હવે ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માટે તમારી પાસે માત્ર 4 જ દિવસ બાકી છે. જો તમે ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માંગો છો તો જલ્દી કરાવી લો. આ સમયમર્યાદા બાદ તમારે આધાર અપડેટ કરાવવા માટે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

આ રીતે અપડેટ કરો આધાર કાર્ડ

  • સૌ પ્રથમ UIDAIની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
  • અહીં તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • હવે માય આધાર ટેબ પર ક્લિક કરીને ડ્રોપડાઉન મેનૂમાંથી 'અપડેટ યોર આધાર' ઓપ્શન પસંદ કરો.
  • પછી તમને 'આધાર અપડેટ ડિટેલ (Online)' પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • અહીં 'અપડેટ ડોક્યુમેન્ટ' પર ક્લિક કરીને તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરીને OTP માટે 'સેન્ડ OTP' પર ક્લિક કરો.
  • આ પછી, OTP એન્ટર કરીને 'લોગિન' પર ક્લિક કરો અને તમે અપડેટ કરવા માંગો છો તે વિગત (નામ, સરનામું, જન્મ તારીખ) પસંદ કરીને નવી માહિતી યોગ્ય રીતે ભરો.
  • હવે 'સબમિટ' પર ક્લિક કરીને તમારી અપડેટ વિનંતી માટે જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી કૉપિ અપલોડ કરો.
  • 'સબમિટ અપડેટ રિકવેસ્ટ' પર ક્લિક કરો.
  • છેલ્લે રિકવેસ્ટ સ્ટેટસને ટ્રેક કરવા માટે SMS દ્વારા અપડેટ વિનંતી નંબર (URN) પ્રાપ્ત થશે.