Upcoming IPO: આવતા અઠવાડિયે શેરબજારમાં રોકાણકારો માટે કમાણીની મોટી તક આવી રહી છે, કારણ કે કુલ 11 નવા (Upcoming IPO Next Week) બજારમાં ખુલવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ પૈકીના 5 IPO તો સોમવારે જ રોકાણ માટે ખુલી જશે. ચાલો જાણીએ કઈ કંપનીના આઈપીઓ છે અને જીએમપી શું ચાલી રહ્યું છે
આ કંપનીઓમાં EPW ઇન્ડિયા, ડાચેપલ્લી પબ્લિશર્સ, ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી, શ્યામ ધાની ઇન્ડસ્ટ્રીઝ, સનડ્રેક્સ ઓઇલ કંપની, ધારા રેલ પ્રોજેક્ટ્સ, નાંટા ટેક, એડમેચ સિસ્ટમ્સ, બાઈ કાકાજી પોલિમર્સ, એપોલો ટેકનો ઇન્ડસ્ટ્રીઝ અને E to E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ 11 IPO પૈકી માત્ર એક જ IPO, 'ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી', મેઈનબોર્ડ કેટેગરીનો છે, જ્યારે બાકીના અન્ય 10 IPO SME કેટેગરીના છે.
IPOની વિગતો
- EPW ઇન્ડિયા: પ્રાઇસ બેન્ડ ₹95-97, લોટ સાઈઝ 1200, GMP: 0
- ડાચેપલ્લી પબ્લિશર્સ: પ્રાઇસ બેન્ડ ₹100-102, લોટ સાઈઝ 1200, GMP: 0.
- ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી: પ્રાઇસ બેન્ડ ₹108-114, લોટ સાઈઝ 128, GMP: ₹7.
- શ્યામ ધાની ઇન્ડસ્ટ્રીઝ: પ્રાઇસ બેન્ડ ₹65-70, લોટ સાઈઝ 2000, GMP: ₹47.
- સનડ્રેક્સ ઓઇલ કંપની: પ્રાઇસ બેન્ડ ₹81-86, લોટ સાઈઝ 1600, GMP: 0.
- E to E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર: પ્રાઇસ બેન્ડ ₹164-174, લોટ સાઈઝ 800, GMP: ₹75 (આ IPO 30 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે).
- ધારા રેલ પ્રોજેક્ટ્સ: પ્રાઇસ બેન્ડ ₹120-126, લોટ સાઈઝ 1000, GMP: 0.
- નાંટા ટેક: પ્રાઇસ બેન્ડ ₹209-220, લોટ સાઈઝ 600, GMP: ₹15.
- એડમેચ સિસ્ટમ્સ: પ્રાઇસ બેન્ડ ₹227-239, લોટ સાઈઝ 600, GMP: 0.
- બાઈ કાકાજી પોલિમર્સ: પ્રાઇસ બેન્ડ ₹177-186, લોટ સાઈઝ 600, GMP: 0.
- એપોલો ટેકનો ઇન્ડસ્ટ્રીઝ: પ્રાઇસ બેન્ડ ₹123-130, લોટ સાઈઝ 1000, GMP: 0.
ગ્રે માર્કેટમાં સૌથી વધુ ઉત્સાહ 'E to E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' માટે જોવા મળી રહ્યો છે, જેનો GMP ₹75 છે. ત્યારબાદ 'શ્યામ ધાની ઇન્ડસ્ટ્રીઝ'નો GMP ₹47 અને 'નાંટા ટેક'નો GMP ₹15 ચાલી રહ્યો છે. બાકીના મોટાભાગના IPO નો GMP અત્યારે શૂન્ય પર છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા પ્રમાણિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે).
