Budget 2026 Date: નાણામંત્રી નિર્મલા સીતારમણ રચશે નવો ઈતિહાસ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લોકસભામાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 01 Feb 2026 06:00 AM (IST)Updated: Sun, 01 Feb 2026 06:00 AM (IST)
union-budget-2026-date-time-when-and-where-to-watch-live-streaming-fm-nirmala-sitharaman-budget-speech

Union Budget 2026 Date and Time, Live Streaming: દેશના આર્થિક ભવિષ્યનો રોડમેપ ગણાતા કેન્દ્રીય બજેટની પ્રતીક્ષા હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લોકસભામાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરશે. વૈશ્વિક આર્થિક પડકારો અને અનિશ્ચિતતાઓ વચ્ચે રજૂ થનારા આ બજેટ પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

સવારે 11 વાગ્યે થશે બજેટ ભાષણનો પ્રારંભ

નિર્મલા સીતારમણ રવિવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પૂર્વે નાણામંત્રી અને તેમની ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ પરંપરાગત ફોટો સેશનમાં ભાગ લેશે. નોંધનીય છે કે આ વર્ષે પણ બજેટ સંપૂર્ણપણે 'પેપરલેસ' સ્વરૂપે રજૂ કરવામાં આવશે.

પ્રથમવાર રવિવારે બજેટ રજૂ થશે

ભારતીય સંસદીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ પ્રથમ વખત રવિવારના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ ફેબ્રુઆરી 2024 ના વચગાળાના બજેટ સહિત કુલ 8 બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ તેમનું સતત 9મું બજેટ હશે.

ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ?

નાણામંત્રીનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યાથી વિવિધ માધ્યમો પર નિહાળી શકાશે:

  • ટેલિવિઝન: સંસદ ટીવી (Sansad TV) અને ડીડી ન્યૂઝ (DD News).
  • ઓનલાઈન પ્લેટફોર્મ: સંસદ ટીવી અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) ની યુટ્યુબ ચેનલ.
  • સત્તાવાર વેબસાઈટ: indiabudget.gov.in પરથી બજેટના દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાશે.
  • મોબાઈલ એપ: બજેટ સંબંધિત તમામ અપડેટ્સ સત્તાવાર એપ્લિકેશન દ્વારા પણ મેળવી શકાશે.