UIDAI Alert: વાલીઓ ધ્યાન આપે..! જો તમારું બાળક 5 કે 15 વર્ષનું હોય તો તાત્કાલિક આધાર અપડેટ કરાવો, નહીંતર અનેક કામો અટકી જશે

બાળક નાનું હોય, ત્યારે તેની બાયોમેટ્રિક જાણકારી વ્યવસ્થિત રેકોર્ડ નથી થતી, પરંતુ મોટું થતાં તેના ચહેરા અને ફિંગર પ્રિન્ટમાં ફેરફાર થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 May 2026 05:42 PM (IST)Updated: Fri, 08 May 2026 05:42 PM (IST)
uidai-alert-aadhaar-biometric-update-for-kids-mandatory-what-parents-must-do-before-school-reopens
AI Image
HIGHLIGHTS
  • વેકેશનમાં જ બાયમેટ્રિક પતાવી દો, નહીંતર એડમિશન અને શિષ્યવૃતિ સહિતના લાભો અટકી જશે

Aadhaar Biometric Update For Kids Mandatory: હાલ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે અને આવતા મહિનાથી શાળાઓ રાબેતા મુજબ ખુલી જશે. એવામાં જો તમારું બાળક પણ 5 કે 15 વર્ષનું હોય, તો આધારમાં તેનું બાયોમેટ્રિક કરાવવું આવશ્યક છે.

UIDAIના જણાવ્યા પ્રમાણે, જો સમયસર તમે બાળકનું બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવો, તો આધાર સાથે સંકળાયેલા કામોમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ ક્યા કામમાં તકલીફ પડશે અને બાયોમેટ્રિક કેવી રીતે અપડેટ કરશો?

મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) એક જરૂરી પ્રક્રિયા છે, જેમાં બાળકના આધાર કાર્ડમાં તેની નવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવામાં આવે છે. જેમાં બાળકનો નવો ફોટો, ફિંગર પ્રિન્ટ અને આંખોનું સ્કેનિંગ ફરીથી લેવામાં આવે છે.

બાળકના આધારમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું કેમ જરૂરી?

જ્યારે બાળકનું પ્રથમવાર આધાર કાર્ડ બનાવવામાં આવે છે, ત્યારે તેની વય નાની હોવાના કારણે બાયોમેટ્રિક જાણકારી વ્યવસ્થિત રેકોર્ડ નથી થઈ શકતી. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તેના ચહેરા અને ફિંગર પ્રિન્ટમાં ફેરફાર થાય છે. આજ કારણોસર UIDAIએ 5 વર્ષ અને 15 વર્ષની વયે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત કરી દીધુ છે.

આજના સમયમાં આધાર કાર્ડ લગભગ તમામ સરકારી યોજનાઓ તેમજ અંગત કામ માટે જરૂરી ડૉક્યુમેન્ટ બની ચૂક્યું છે. બાળકોને સ્કૂલમાં એડમિશન, સ્કોલરશિપ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

જો આધાર કાર્ડમાં જૂની જાણકારી હશે અથવા બાયોમેટ્રિક યોગ્ય રીતે મેચ ના થતી હોય, તો ઘણીવાર વેરિફિકેશન ફેઈલ થઈ શકે છે. જેમાં બાળકોને ભવિષ્યમાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બાળકોના આધારમાં બાયોમેટ્રિક અપડેટ કેવી રીતે કરાવવું?

બાળકોનું આધાર અપડેટ કરાવવા માટે માતા-પિતાને નજીકના આધાર કેન્દ્રમાં જવું પડશે. જ્યાં બાળકનો નવો ફોટો લેવામાં આવશે અને ફિંગરપ્રિન્ટ અને આંખોનું સ્ક્રેનિંગ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા થોડી મિનિટોમાં જ પૂરી થઈ જશે. અપડેટ થયા બાદ નવી જાણકારી આધાર ડેટાબેસમાં નોંધાઈ જાય છે.

આધાર અપડેટ કરાવવા દરમિયાન બાળકનો આધાર નંબર, ઓળખ સાથે સંકળાયેલા જરૂરી ડૉક્યુમેન્ટ, કેટલાક કિસ્સાઓમાં માતા-પિતાનું આધારકાર્ડ પણ માંગવામાં આવે છે. જો કે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે વધારે ડૉક્યુમેન્ટની જરૂર નથી પડતી, પરંતુ આધાર સેવા કેન્દ્ર પર જાવ, ત્યારે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રાખવા સારા.

જો બાળકનું મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ સમયસર નહીં કરાવવામાં આવે, તો ભવિષ્યમાં આધાર ઑથેન્ટીકેશનમાં સમસ્યા સર્જાઈ શકે છે. જેના પરિણામે ઘણીં સરકારી સેવાઓ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સમસ્યા સર્જાઈ શકે છે.