Toll Plaza New Rules:1લી નવેમ્બરથી ટોલ ટેક્સનો ખર્ચો બચશે, સમગ્ર વર્ષનો પાસ બનાવવાથી કેટલી બચત થશે?

Toll Plaza New Rules:ટોલ પ્લાઝાની આજુબાજુ રહેતા લોકો માટે રાહતની માહિતી સામે આવી છે. હવે દરરોજ ટોલ ટેક્સ ચુકવવાના ખર્ચથી રાહત મળી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 27 Oct 2026 12:38 PM (IST)Updated: Tue, 27 Oct 2026 12:38 PM (IST)
toll-tax-expenses-will-be-saved-starting-november-1st-find-out-how-much-you-can-save-by-getting-an-annual-pass

Toll Plaza New Rules:ટોલ પ્લાઝાની આજુબાજુ રહેતા લોકો માટે રાહતની માહિતી સામે આવી છે. હવે દરરોજ ટોલ ટેક્સ ચુકવવાના ખર્ચથી રાહત મળી શકે છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમ 2008માં સુધારા કર્યાં છે.

આ અંતર્ગત ટોલ પ્લાઝાના 20 કિમી વિસ્તારમાં રહેતા પ્રાઈવેટ વાહનના માલીકો વાર્ષિક Local Toll Pass બનાવી શકશે.સરકારે આ પાસ માટે વાર્ષિક ફી નક્કી કરી છે. જોકે તેનો ફાયદો મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી બનશે. 

રૂપિયા 3000 સુધી વાર્ષિક ફી

નવા નિયમ પ્રમાણે ટોલ પ્લાઝાના 20 કિમી કાર્યક્ષેત્રમાં રહેતા નોન-કોમર્શિયલ વાહન મલિકો વ્યાજબી કિંમતના પાસ માટે અરજી કરી શકે છે. પાસની ફી ટોલ પ્લાઝાના લોકેશન પર આધાર રાખશે.જો આ ટોલ પ્લાઝા કોઈ નગર પાલિકા અથવા સ્થાનિક નિગમ વિસ્તારની સીમાની બહાર છે તો વાર્ષિક પાસ માટે રૂપિયા 1500 આપવાના રહેશે. એવી જ રીતે નગર પાલીકા અથવા સ્થાનિક નગર વિસ્તારની સીમાની અંદર આવેલ ટોલ પ્લાઝા માટે વાર્ષિક ફી રૂપિયા 3000 રહેશે.

આ પાસ સંબંધિત ટોલ પ્લાઝા પર આવવા-જવા માટે માન્ય રહેશે. તેનાથી યોગ્યતા ધરાવતા વાહન માલિકોને વારંવાર ટોલ ચાર્જી આપવાને બદલે વર્ષમાં નિયત ફીનો વિકલ્પ મળશે. 

કોને ફાયદો નહીં મળે

આ સુવિધાનો લાભ ફક્ત ખાનગી ધોરણે ઉપયોગ કરાતા વાહનોને જ મળશે. વાહન પર માન્ય અને વર્તમાન FASTag હોવું (FASTag) હોવું જરૂરી છે. આ પાસ સંબંધિત ટોલ પ્લાઝા માટે જ માન્ય રહેશે.જોકે તમામ સ્થાનિક નિવાસીઓ આ સુવિધાનો લાભ મેળવી શકે નહી. જો આવવા-જવા માટે સર્વિસિસ રોડ અથવા વૈકલ્પિક માર્ગ છે તો રાહત પાસની કોઈ જરૂર રહેશે નહીં.આ ઉપરાંત જે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા એક્સપ્રેસ પર નિયત અંતરના આધારે ટોલ વસૂલવામાં આવે છે ત્યા પણ આ પાસ માન્ય રહેશે નહીં.