Indian Mangoes Craze: જે ભારતીય કેરીઓને જાપાને 'ઠોકર મારી' તેને ખરીદવા વિશ્વભરમાં જામી છે સ્પર્ધા

વર્ષ 2024માં ભારતે UAE ને 20 મિલિયન ડોલરની કિંમતની 12,897 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી હતી.અમેરિકા,UK,કતાર અને કુવૈત જેવા દેશોમાં આપણી કેરીની ભારે માંગ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 31 May 2026 12:36 PM (IST)Updated: Sun, 31 May 2026 12:36 PM (IST)
there-is-competition-worldwide-to-buy-the-indian-mangoes-that-japan-stumbled-upon

Indian Mangoes Craze:સામાન્ય રીતે ભારતમાં કેરીને ફળોના રાજા તરીકેનું બિરુદ મળેલું છે. ઉગાડવા, ખાવા અને વેચાણ કરવામાં ભારત ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે ભારત વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ઉપરાંત સૌથી મોટા નિકાસકર્તા તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે.

UAE, UK, અમેરિકા, જાપાન, કુવૈત, નેપાળ સહિતના દેશોમાં કેરીની નિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ જાપાન તરફથી ફ્યુમિગેશન તથા અન્ય કારણોને ટાંકીને ભારતની પ્રીમિયમ કેરીની જાતોની આયાત પર પ્રતિબંધ મુકી દીધો હતો. પણ હવે આ જ કેરીઓ વિશ્વ બજારમાં ફટાફટ વેચાઈ રહી છે.

સિંગાપોરમાં કેરીની ખરીદીનો ધમધમાટ

જાપાને પ્રતિબંધિત કરેલી કેરીઓમાં કેસર,આલ્ફોન્સો, લંગરા અને બંગનાપલ્લી જેવી ઉચ્ચ કક્ષાની જાતોનો સમાવેશ થાય છે.ભારતમાં સિંગાપોર હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સિંગાપોરમાં આ ભારતીય કેરીની જાતોની ખૂબ માંગ છે. તેમણે એમ પણ લખ્યું હતું કે સિંગાપોરમાં ભારતીય કેરીનો ક્રેઝ વધી ગયો છે. વિવિધ ભારતીય રાજ્યોની કેરીઓ સુપરમાર્કેટમાંથી ઝડપથી ગાયબ થઈ રહી છે.

naidunia_image

આ દેશોમાં ભારતીય કેરીઓની ભારે માંગ છે

ભારત ઘણા દેશોમાં કેરીની નિકાસ કરે છે.ખાસ કરીને ગલ્ફ દેશોમાં ભારતના પ્રીમિયમ કેરીઓની માંગ વધુ છે.APEDAના ડેટા દર્શાવે છે કે 2024 માં ભારતે UAE ને 20 મિલિયન ડોલરની કિંમતની 12,897 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી હતી. તેવી જ રીતે અમેરિકા,UK, કતાર અને કુવૈત જેવા દેશોમાં આપણી કેરીની ભારે માંગ છે.