Petrol Price In Pakistan:પાકિસ્તાનની સરકારે વધુ એક વખત મોંઘવારીનો બોજ નાંખ્યો છે. પાકિસ્તાનની સરકારે પેટ્રોલની કિંમત રૂપિયા 3.26 પ્રતી લીટર વધારી છે. આ ફેરફાર બાદ પેટ્રોલની છૂટક કિંમત રૂપિયા 390.66 પ્રતી લીટર થઈ જશે. ભારતની તુલનામાં પાકિસ્તાનમાં પેટ્રોલ રૂપિયા 200 મોંઘુ છએ. રાજધાની દિલ્હી ખાતે પેટ્રોલના ભાવ રૂપિયા 102.12 છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિવિધ રાજ્યમાં વેટને લીધે પેટ્રોલની કિંમત અલગ-અલગ છે. ભારત- અને પાકિસ્તાનની કરન્સીમાં પણ મોટું અંતર છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ મોંઘુ થયું
પાકિસ્તાનમાં પેટ્રોલ મોંઘુ થયું તો હાઈ-સ્પીડ ડીઝલ(HSD)ની કિંમતમાં રૂપિયા 1.01 પ્રતી લીટર ઘટાડો કરવામાં આવ્યો છે. HSDની કિંમત રૂપિયા 399.34 પ્રતી લિટર છે. સરકાર પેટ્રોલ પર રૂપિયા 114 પ્રતી લીટર અને ડીઝલ પર રૂપિયા 100 પ્રતી લીટર ટેક્સ અને ડ્યુટી લગાવી રહી છે. જોકે, HSDની કિંમત 3 એપ્રિલના રોજ નોંધવામાં આવેલ સૌથી વધારે રૂપિયા 520.35 થી ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ તેની કિંમત રૂપિયા 281 પ્રતી લીટરથી વધારવાની શરૂઆત કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં તો આ કિંમત રૂપિયા 266થી વધી અને એપ્રિલમાં તે 458.41 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ હતી.
ઈંધણના ભાવ હવે દરરોજ નક્કી કરવામાં આવશે
અગાઉ 17 જુલાઈના રોજ પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે જાહેરાત કરી હતી કે ઈંધણના ભાવ હવે દરરોજ નક્કી કરવામાં આવશે, જે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના નવા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં થતા વધઘટને પ્રતિબિંબિત કરે છે. અગાઉ, સરકાર માર્ચની શરૂઆતથી જ ઈંધણના ભાવમાં સાપ્તાહિક ફેરફારની જાહેરાત કરી રહી હતી. વધુમાં, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલ પુરવઠામાં સંભવિત વિક્ષેપોના પ્રતિભાવમાં ઈંધણ સંરક્ષણ પગલાં લાગુ કરવામાં આવી રહ્યા હતા. એપ્રિલમાં, કેન્દ્ર સરકારે સબસિડીવાળા ઈંધણ પૂરા પાડવા માટે ખાસ રાહત પગલાંની જાહેરાત કરી હતી.
