Airports Increased: ભારતમાં 2014 પછી એરપોર્ટની સંખ્યા 74થી વધીને 148 થઈ, મોદી સરકારે આ વાત પર આપ્યું ખાસ જોર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 23 Apr 2023 08:46 PM (IST)Updated: Sun, 23 Apr 2023 08:46 PM (IST)
the-number-of-airports-in-india-increased-from-74-to-148-after-2014-the-modi-government-gave-special-emphasis-on-this

Airports Increased: વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં છેલ્લા 9 વર્ષમાં ભારતમાં એરપોર્ટની સંખ્યામાં બમણી વૃદ્ધિ થઈ છે. દેશમાં 2014માં જ્યાં 74 એરપોર્ટ હતા, જે 2023માં વધીને 148 થઈ ગયા છે. સરકારે આ વૃદ્ધિનો શ્રેય સમગ્ર એરપોર્ટ અને વિમાનના બુનિયાદી ઢાંચામાં સુધારા માટે સરકારના સતત પ્રયાસોને આપ્યા છે.

આવી જ એક પહેલ છે ક્ષેત્રીય સંપર્ક યોજના- ઉડે દેશનો સામાન્ય નાગરિક, જે અંતર્ગત 74 એરપોર્ટને જોડનારા 469 માર્ગોને ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં લાખો ભારતીયોને સસ્તાદરે હવાઈ યાત્રાનો વિકલ્પ ઉપલબ્ધ થયા છે.

ઉડાન યોજનાએ હાલમાં જ પાંચ વર્ષ પૂરાં કર્યા છે. આ યોજના ઓક્ટોબર 2016માં સામાન્ય નાગરિકની આકાંક્ષાઓને પૂરા કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ હતી. આ યોજનામાં ટિયર II અને ટિયર III શહેરોમાં યોગ્ય વિમાન સર્વિસ અને હવાઈ સંપર્ક માટે વિકસિત કરાયો છે.

સરકારના જણાવ્યા મુજબ એરપોર્ટમાં વૃદ્ધિ સ્થિરતાની દિશામાં સતત પ્રયાસની સાથે થઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2024 સુધી પોતાના તમામ શેષ પરિચાલન એરપોર્ટ માટે 100 ટકા રિન્યૂએબલ બેનર્જી માટે એક રોડમેપ વિકસિત કર્યો છે. સરકારે કહ્યું કે આશા છે કે ભારતમાં એક સ્વચ્છ, અધિક કુશળ અને સમૃદ્ધ વિમાનન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગનો વિકાસ યથાવત રહેશે.

ભારતીય ડોમેસ્ટિક ફ્લાઈટમાં ઘણી જ ઝડપથી વૃદ્ધી કરી છે અને આ દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ વિમાનન બજાર બની ગયું છે. ભારત હવે અમેરિકા અને ચીન પછી ત્રીજું સૌથી મોટો ડોમેસ્ટિક માર્કેટ છે. યાત્રિકોની સંખ્યામાં સતત વૃદ્ધિની સાથે ભારતીય એરલાઇન્સ નવા ક્ષેત્રોમાં વિસ્તારની યોજના બનાવી રહી છે. હાલમાં જ ટાટા ગ્રૂપની કંપની એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ કંપનીઓએ કુલ 840 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. નાણાકીય વર્ષ 2020માં ભારતમાં 274 મિલિયન યાત્રિકોએ હવાઈ યાત્રા કરી હતી.