America Meeting US Fed: અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વની આજે અત્યંત મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે અને હવે તેના પર સૌ કોઈની નજર છે.વૈશ્વિક બજારોની દિશા બદલી શકે છે. વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના નિર્ણય અને ફેડરલના વડા કેવિન વોર્શના એક-એક શબ્દ શેરબજાર, ડોલર, બોન્ડ અને ભારત જેવા ઉભરતા બજારોને મોટી અસર કરી શકે છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ (US Fed Reserve)ની બે દિવસની નાણાં નીતિની બેઠક મંગળવારથી શરૂ થઈ ગઈ છે અને તે આ વર્ષે સૌથી વધારે દેખરેખ ધરાવતા વ્યાજ દરના નિર્ણય પૈકીના એક છે.
બજારમાં મોટાભાગના રોકાણકારોને આશા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને વર્તમાન સ્તર પર જાળવી રાખશે. જોકે અત્યારે ક્રુડ ઓઈલની કિંમતોમાં તેજી, મોંઘવારીને લઈ ચિંતા અને ફેડરલ રિઝવ્રના ચેરમેન કેવિન વોર્શ (Kevin Warsh)ના કડક વલણને લીધે આ બેઠકને લઈ અનિશ્ચિતતા વધી ગઈ છે. અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે આ નિર્ણય બપોરે 2 વાગે જાહેર થશે અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 11:30 વાગે નિર્ણય જાહેર થશે.
બજારના નિષ્ણાતોના મતે ફેડરલ રિઝર્વની આ બેઠક કરતા પણ કેવિન વોર્શ (Kevin Warsh)ની પ્રેસ કોન્ફરન્સ પર વિશેષ નજર રહેશે. શેરબજાર, બોન્ડ અને કરન્સી માર્કેટના ટ્રેડર્સ તેમના નિવેદનથી એ બાબત સમજવાનો પ્રયત્ન કરશે કે વર્ષ 2026માં અમેરિકા વ્યાજ દરોની દિશામાં કેવું વલણ અપનાવી શકે છે.
વ્યાજ દરો 3.5 ટકાથી 3.75 ટકા
અમેરિકાના બેંચમાર્ક ફેડરલ ફંડ્સ રેટ અત્યારે 3.50 ટકા વચ્ચે છે. આ દર ગયા વર્ષના અંત ભાગથી આ સ્તર પર જળવાઈ રહેલ છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓને આશા છે કે ફેડરલ રિઝર્વ સતત પાંચમી બેઠકમાં વ્યાજ દરોને સ્થિર રાખી શકે છે. જોકે અગાઉની બેઠકો પ્રમાણે આ વખતે બજારમાં સરપ્રાઈઝની શક્યતાને લઈ ચર્ચા વ્યાપક છે. ક્રુડ ઓઈલની તેજી અને મોંઘવારીના જોખમને લીધે ફરી એક વખત રોકાણકારો આ અંગે વિચારવા લાગ્યા છે કે આ વર્ષના અંત ભાગમાં વ્યાજ દરોમાં એક ટકા સુધી વધારો થવાની શક્યતાનો અંત આવ્યો નથી.
