પેટ્રોલ અને ડીઝલ અંગે સરકારની મોટી જાહેરાત, નોટિફિકેશન જાહેર, ટૂંક સમયમાં બદલાશે નિયમ

સૌથી પહેલા એ બાબત સમજવી જરૂરી છે કે હજુ આ એક દરકાસ્ત છે. કાયદો નથી. એટલે કે અત્યારે પેટ્રોલ-ડીઝલ ખરીદી કરવા અથવા વેચાણ કરનાર સામાન્ય લોકો પર કોઈ દંડનીય જોગવાઈ નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 30 Sep 2026 05:28 PM (IST)Updated: Wed, 30 Sep 2026 05:35 PM (IST)
the-government-amended-the-petroleum-act-1934-regarding-petrol-and-diesel-issued-a-notification

Petroleum Amendment Bill 2026: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પેટ્રોલિયમ એક્ટ,1934ને લગતા નિયમોમાં ફેરફાર દર્શાવતો ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે. સૌથી પહેલા એ બાબત સમજવી જરૂરી છે કે હજુ આ એક દરકાસ્ત છે. કાયદો નથી. એટલે કે અત્યારે પેટ્રોલ-ડીઝલ ખરીદી કરવા અથવા વેચાણ કરનાર સામાન્ય લોકો પર કોઈ દંડનીય જોગવાઈ નથી.

લાઈસન્સ વગર કારોબાર પર અંકુશ

આ દરખાસ્ત પ્રમાણે જ્યાં લાઈસન્સ જરૂરી છે ત્યારે લાઈસન્સ વગર પેટ્રોલિયમનું વેચાણ કરવા પર ત્રણ વર્ષની જેલ, રૂપિયા 25 લાખ સુધી દંડ અથવા બન્નેની જોગવાઈ રાખવામાં આવી છે. જો નિયમનું સતત ઉલ્લંઘન કરવામાં આવશે તો દરરોજ વધારાના દંડની જોગવાઈ છે.

આ જોગવાઈ એવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે કે જ્યાં કાયદાકીય અથવા નિયમ અંતર્ગત લાઈસન્સ જરૂરી છે. તેમાં પેટ્રોલિયમ અથવા પેટ્રોલિયમ પ્રોડક્ટના પ્રોડક્શન, ઈમ્પોર્ટ, સ્ટોરેજ, રિફાઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બ્લેન્ડિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે. પેટ્રોલિયમ એક્ટ 1934 પણ આ અંતર્ગત પ્રવૃત્તિઓને નિયંત્રિત (Regulated) કરે છે. 

જો કોઈ વ્યક્તિ અયોગ્ય માહિતી, છેતરપિંડી અથવા કોઈ અન્ય ઓળખનો ઉપયોગ કરીને લાઈસન્સ હાંસલ કરે છે તો તેના માટે પાંચ વર્ષ જેલ, દંડ અથવા બન્નેની જોગવાઈ છે. અહીં રૂપિયા 25 કરોડ સુધી મહત્તમ મર્યાદા આપો આપ લાગુ કરવું યોગ્ય નહીં હોય.

ઓઈલ ચોરી અને જરૂરી સુવિધાને નુકસાન 

આ ડ્રાફ્ટમાં પેટ્રોલિયમ સંબંધિત સંપત્તિ અથવા સુવિધાને નુકસાન પહોંચાડવા અને પેટ્રોલિયમ ચોરી જેવા કિસ્સા માટે પણ કડક સજાની દરખાસ્ત છે. પ્રથમ વખત ગુનો આચરવા પર પાંચ વર્ષ જેલ અને રૂપિયા 15 કરોડનો દંડ થઈ શકે છે. ફરી વખત ગુનો આચરવા પર સાત વર્ષ સુધી જેલ અને રૂપિયા 25 કરોડ સુધી દંડની દરખાસ્ત છે.

સરકાર કેટલાક અત્યંત મહત્વની પેટ્રોલિયમ સુવિધાઓને ક્રિટીકલ પેટ્રોલિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કરી શકે છે. આ સુવિધાને નુકસાન પહોંચાડવા પર 10 વર્ષ જેલની દરખાસ્ત છે.