First Bullet Train:મુંબઈ-અમદાવાદ કોરિડોરના પ્રથમ તબક્કામાં 15 ઓગસ્ટ 2027એ બુલેટ ટ્રેન શરૂ થશે, રેલવે પ્રધાને આપેલા લક્ષ્યાંક વિશે જાણો

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મુંબઈ-અમદાવાદ કોરિડોરનો પ્રથમ હિસ્સો 15 ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ 2029 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થશે અને 320 કિમી/કલાકની ઝડપે યાત્રાનો સમય ઘટાડશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 09:05 PM (IST)Updated: Sat, 15 Aug 2026 09:05 PM (IST)
the-first-section-of-the-mumbaiahmedabad-corridor-bullet-train-will-launch-on-august-15-2027

India's First Bullet Train:ભારતની બહુપ્રતિક્ષિત હાઈ સ્પીડ રેલવે હવે નવા યુગમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર(Mumbai-Amhedabad Speed Rail Corridor)નો પ્રથમ હિસ્સો વર્ષ 2027માં શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની માહિતી પ્રમણે ગુજરાતમાં સુરત અને બિલિમોરા વચ્ચે આશરે 50 કિમી લાંબા સેક્શન પર આગામી 15મી ઓગસ્ટ 2027 સુધીમાં ટ્રેન શરૂ કરવાની યોજના છે. સંપૂર્ણ 508 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ કોરિડોરને વર્ષ 2029 સુધી શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના પરિવહન સેક્ટરમાં સૌથી મોટા પરિવર્તન પૈકી એક છે. આ કોરિડોર પર ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિમી પ્રતિ કલાક હશે. જાપાનની હાઈ સ્પીડ રેલવે ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક એન્જીનિયરિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને લીધે મુંબઈ અને અમદાવાદ વચ્ચે યાત્રાનો સમય વર્તમાન રેલવે સર્વિસની તુલનામાં ઘણો ઘટી જશે. 

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગુજરાતના સુરત અને બિલિમોરા વચ્ચે આશરે 50 કિમી હિસ્સાને તૈયાર કરવામાં આવ્યો છે. આ સેક્શન પર શરૂઆતી ટ્રાયલ અને સંચાલન શરૂ કરવામાં આવશે. તેને પૂરા કોરિડોર માટે મહત્વનો તબક્કો માનવામાં આવે છે.

આ હિસ્સો શરૂ થયા બાદ ગુજરાત દેશમાં હાઈ સ્પીડ રેલવે સર્વિસના અનુભવ કરનાર પ્રથમ રાજ્ય બનશે. મુંબઈ પાસે આ પ્રોજેક્ટની સૌથી વિશેષ એન્જીનિયરિંગ સ્ટ્રક્ચર પૈકી એક છે કે તે સમુદ્રની નીચે તૈયાર થતી રેલવે ટનલ છે.