SBI New Rule:જો તમારું બેંક અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)માં છે તો આ અપડેટ તમારા માટે ખૂબ જરૂરી છે. 1લી જાન્યુઆરી 2026ના રોજ બેંકે રોકડ ઉપાડવાને લગતા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યાં છે.
1 ઓક્ટોબરથી લાગશે ચાર્જીસ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ અકાઉન્ટ(BSBD) અકાઉન્ટથી રોકડ ઉપાડવા પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. આ નવા ચાર્જ સિસ્ટમ 1 ઓક્ટોબર 2026થી લાગુ થઈ જશે.
નવા નિયમો પ્રમાણે જો ગ્રાહક તેના અકાઉન્ટમંથી એક મહિનામાં 4 વખત પૈસા ઉપડાવાને લગતા વ્યવહાર કરે છે તો તેણે 4 વખત બાદના ચાર્જીસ આપવા પડશે. જોકે આ બાબત જાણવી જરૂરી છે કે 4 વખત કેશ વિડ્રોલ બિલકુલ ફ્રીમાં થઈ શકે છે.
જો કોઈ ગ્રાહક એક મહિનામાં ચાર વખતથી વધારે બ્રાંચ મારફતે કેશ ઉપાડે છે તો 5મી વખત રોકડ ઉપાડવાના સંજોગોમાં રૂપિયા 15 વધારાનો ચાર્જ ચુકવવો પડશે. આ ઉપરાંત તમારે અલગથી GST પણ ચુકવવો પડશે.
કયાં અકાઉન્ટને BSBD કહેવામાં આવે છે
બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ અકાઉન્ટ(BSBD) એક એવું બેંક અકાઉન્ટ છે કે જેને જરૂરી બેન્કિંગ સુવિધાઓ આપવના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમા સામાન્ય રીતે ગ્રાહકને સેવિંગ્સ અકાઉન્ટ જેવી બેઝીક સુવિધા મળે છે. તેમાં લઘુતમ બેલેન્સ જાળવી રાખવી જરૂરી હોતી નથી. જોકે, તેને લગતા નિયમ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત મર્યાદા સામાન્ય સેવિંગ્સ અકાઉન્ટથી અલગ હોઈ શકે છે.
કયા ગ્રાહકોએ ધ્યાન રાખવું પડશે?
એવા ગ્રાહક જે મહિનામાં 4 થી વધારે વખત કેશ વિડ્રોલ કરે છે તેમના માટે આ માહિતી વિશેષ મહત્વની છે. SBIની માહિતી પ્રમાણે આ ફેરફાર BSBD અકાઉન્ટના બ્રાચ ચેનલ પર લાગુ થશે, જેનો પ્રોડક્ટ કોડ 1011-1701 છે. આ માટે ગ્રાહકોએ તેમના અકાઉન્ટની કેટેગરી અને લાગુ ચાર્જ જરૂર ચેક કરી લેવા જોઈએ.
