Fiscal Deficit:ભારત સરકારની રાજકોષિય ખાધ (Fiscal Deficit) વધી ગયું છે. ઓગસ્ટ 2026ના અંતે કેન્દ્રની રાજકોષિય ખાધ સમગ્ર વર્ષના બજેટ અંદાજના આશરે 42 ટકા થઈ ગયું છે, જે ગયા વર્ષે આ અવધિ દરમિયાન 38 ટકા હતું. સબસિડી પાછળ ખર્ચમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સરકારનો મૂડીગત ખર્ચ પમ ઝડપભેર વધી રહ્યો છે. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન રાજકોષિય ખાધ રૂપિયા 7.10 લાખ કરોડ રહ્યો હતો, જ્યારે વર્ષ 2026-2027 માટે સમગ્ર વર્ષ માટે લક્ષ્યાંક રૂપિયા 16.96 લાખ કરોડ છે.
ભારત સરકારન સબસિડી પાછળનો ખર્ચ ગયા વર્ષની આ અવધીમાં રૂપિયા 1.50 લાખ કરોડ હતો,જે 24.4 ટકા વધી રૂપિયા 1.87 કરોડ થઈ ગયો છે.
કેવી રીતે રાજકોષિય ખાધ વધી
સમગ્ર વર્ષ માટે બજેટમાં નક્કી રૂપિયા 4.11 લાખ કરોડમાં સબસિડ પાછળ ખર્ચ અગાઉ 46 ટકા સુધી પહોંચી ગઈ છે, જ્યારે ગયા વર્ષે આ અવધી દરમિયાન તે બજેટ અંદાજના 39 ટકા હતી. આ વધારો મુખ્યત્વે ખાતર અને યુરિયા સબસિડીનું યોગદાન રહ્યું છે.
એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ફૂડ સબસિડી પાછળ થતો ખર્ચ આશરે 30 ટકા વધી રૂપિયા 83,510 કરોડ થયો છે, જ્યારે એક વર્ષ અગાઉ તે રૂપિયા 64,408 કરોડ હતો. તે સંપૂર્ણ વર્ષ માટે નક્કી રૂપિયા 2.28 લાખ કરોડના બજેટનો 37 ટકા હતો, જ્યારે ગયા વર્ષે આ અવધિમાં તે બજે અંદાજનો 32 ટકા હતો.
