SIP Calculation: માત્ર રૂ. 250 મહિનાની SIPથી કેવી રીતે બનશે રૂ. 2.30 કરોડનું ફંડ? આ રીતે સમજો ગણિત

40 વર્ષ સુધી 250 રૂપિયા જમા કરવા પર તમારું કુલ રોકાણ માત્ર રૂ. 1.2 લાખ રૂપિયા હશે, પરંતુ દર વર્ષે 16 ટકા રિટર્નથી આ રકમ 2.30 કરોડ રૂપિયા સુધી વધી જાય છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 03:36 PM (IST)Updated: Sat, 08 Nov 2025 03:36 PM (IST)
systematic-investment-plan-sip-investment-compounding-benefits-in-gujarati
HIGHLIGHTS
  • SIPમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરી શકો છો
  • SIPની ખરી તાકાત લાંબા સમય અને કમ્પાઉન્ડિંગમાં છૂપાયેલી હોય છે

SIP Calculation: આજના મોંઘવારીના જમાનામાં માત્ર 250 રૂપિયામાં શું થાય? માંડ એક કૉફી, એક મૂવી ટિકિટ કે મોબાઈલનું રિચાર્જ બસ એટલું જ ને, પરંતુ જો આજ 250 રૂપિયા દર મહિને યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે, તો આજ નાની રકમ આગળ જતાં રૂ. 2.30 કરોડનું ફંડ બનાવી શકે છે.

તમને સાંભળીને નવાઈ લાગતી હશે, પરંતુ આ ખરેખર સાચું જ છે. મ્યુચ્યુઅલ ફંડ SIPમાં દર મહિને 250 રૂપિયા રોકાણ કરવા પર કમ્પાઉન્ડિંગનો જાદુ અને લાંબી મુદ્દતની ધીરજ મળીને તમારી નજીવી બચતને કરોડો રૂપિયાના ફંડમાં ફેરવી શકે છે.

હવે સવાલ એ થાય કે, આખરે માત્ર 250 રૂપિયાની SIPથી આટલું જંગી ફંડ કેવી રીતે બનશે અને તેમાં કેટલો સમય લાગશે? તો ચાલો 10, 20, 30 અને 40 વર્ષના હિસાબે પુરુ કેલ્ક્યુલેશન (SIP Calculation) સમજી લઈએ

અવધિ (વર્ષ) કુલ રોકાણ (રૂ) અંદાજિત વળતર (16% વાર્ષિક) કુલ ફંડ મૂલ્ય (રૂ)
10 વર્ષ 30,000 રૂ 52,000 ની આસપાસ રૂ 82,000
20 વર્ષ 60,000 રૂ 2,80,000 ની આસપાસ રૂ 3,40,000
30 વર્ષ 90,000 રૂ 18,00,000 ની આસપાસ રૂ 18.9 લાખ
40 વર્ષ 1,20,000 રૂ 2.28 કરોડની આસપાસ રૂ 2.30 કરોડ

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ (SIP) શું છે અને તે કેવી રીતે કામ કરે છે? What Is SIP And How Does It Work?

SIPમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરી શકો છો. જેમાં વ્યાજ પર વ્યાજ (કમ્પાઉન્ડિંગ) ઉમેરાતું રહે છે. જો તમે 16 ટકા વાર્ષિક રિટર્ન ધરાવતા ફંડમાં નિયમિત રોકાણ કરો છો અને પૈસાને લાંબા સમય સુધી ઉપાડ્યા વિના વધવા દેશો, તો આ નાની રકમ ખૂબ જ મોટી મિલ્કત બની શકે છે.

હકીકતમાં SIPની ખરી તાકાત લાંબા સમય અને કમ્પાઉન્ડિંગમાં છૂપાયેલી હોય છે. 40 વર્ષ સુધી 250 રૂપિયા જમા કરવા પર તમારું કુલ રોકાણ માત્ર રૂ. 1.2 લાખ રૂપિયા હશે, પરંતુ દર વર્ષે 16 ટકા રિટર્નથી આ રકમ 2.30 કરોડ રૂપિયા સુધી વધી જાય છે. એટલે કે તમે જેટલી જલ્દી શરૂઆત કરશો, તેટલો વધારે ફાયદો મળશે.

બાળકોના અભ્યાસથી માંડીને રિટાયર્મેન્ટ સુધીનો પ્લાન
જો તમે મહિનામાં એકવાર બહાર જમવાનું કે કૉફી છોડી દેશો, તો આજ 250 રૂપિયા તમારા રિટાયર્મેન્ટ ફંડ કે બાળકોના અભ્યાસમાં કામ આવી શકે છે. SIPમાં સૌથી જરૂરી છે કે, સતત અને લાંબા સમય સુધી રોકાણ. આ ઈન્વેસ્ટમેન્ટ ભલે નાનું હોય, પરંતુ નિયમિત કરતા રહેવાથી રકમ મોટી થઈ શકે છે.