SIP In MF:ફક્ત રૂપિયા 2000 મહિને બચત તમને કરોડપતિ બની શકે છે, જોકે તે માટે મોટું રોકાણ નહીં પણ લાંબા સમય અને રોકાણમાં અનુશાસન જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડની SIPમાં કમ્પાઉન્ડિંગના ફાયદા થાય છે, જેથી સમય સાથે રોકાણની રકમ પર મળનાર રિટર્ન પણ આગળ રિટર્ન કમાવા લાગે છે. જોકે, રૂપિયા 2 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવામાં કેટલો સમય લાગશે, આ રોકાણ પરના સરેરાશ વળતર પર આધાર રાખે છે.
રૂપિયા 2000ની SIPનું કેલક્યુલેશન
જો તમે દર મહિને રૂપિયા 2000 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તો વિવિધ રિટર્ન પ્રમાણે તમારું ફંડ આ રીતે વધી શકે છે.
- મહિને રોકાણ: ₹2,000
- વાર્ષિક રોકાણ: ₹24,000
SIPમાં ચક્રવૃદ્ધિ શા માટે મહત્વ છે?
| અનુમાનિત વાર્ષિક વળતર | કુલ સમય | જમા રકમ | કમ્પાઉન્ડિંગથી ફાયદા |
| 10% | 46 વર્ષ | ₹11.06 લાખ | ₹1.89 કરોડ |
| 12% | 40 વર્ષ | ₹9.68 લાખ | ₹1.90 કરોડ |
| 15% | 34 વર્ષ | ₹8.20 લાખ | ₹1.92 કરોડ |
SIPના શરૂઆતના વર્ષોમાં ભંડોળનો વિકાસ ધીમો લાગે છે કારણ કે રોકાણની રકમ પ્રમાણમાં ઓછી હોય છે. જોકે જેમ જેમ રોકાણનો સમયગાળો વધે છે તેમ તેમ અગાઉ રોકાણ કરેલા ભંડોળ પર મળતું વળતર પણ વધે છે. આ ચક્રવૃદ્ધિની શક્તિ છે.
રોકાણકાર પોતાની આવક વધારવા સાથે SIPની રકમ પણ વધારી શકે છે. જેમ કે દર વર્ષ SIPમાં 10 ટકા વધારો કરવાથી લાંબા સમયમાં ફંડ તેજીથી વધી શકે છે. જોકે, તેનાથી રોકાણની કૂલ રકમ પણ વધશે.
