Suzuki e ACCESS: ઉત્પાદકો સર્ટીફાઈડ રેન્જને લગતી આંકડાકીય માહિતી તો જાહેર કરે છે પણ તેના પ્રમાણિત ટેસ્ટને લગતી સ્થિતિને આધારે તેને માપે પણ છે.હકીકતમાં માર્ગો પર સ્થિતિ એટલી અનુકૂળ હોતી નથી. ટ્રાફિક, વારંવાર સ્પીડ વધારવી અને બ્રેક લગાવવી, માર્ગોની ખરાબ સ્થિતિ, ઢાળ તથા સતત બદલાતું હવામાન આ તમામ બાબતો ઈલેક્ટ્રિક સ્કૂટરને અસર કરે છે કે તે એક ચાર્જમાં કેટલા અંતર સુધી જઈ શકે છે.
દાવા અને વાસ્તવિક રેન્જ વચ્ચે તફાવત
જેમ જેમ ઈલેક્ટ્રિક ટુ-વ્હિલરનું બજાર વધી રહ્યું છે તેમ આ અંતર ખરીદનારા માટે સૌથી મોટી ચિંતાઓ પૈકી એક બની રહેલ છે. ઘણા રાઈડર્સને અનુભવ થાય છે કે દૈનિક ઉપયોગમાં મળનારી રેન્જ એ સર્ટીફાઈડ રેન્જથી ઘણી ઓછી હોય છે. તેને લીધે એ બાબત પર આશંકા સર્જાય છે કે તેમનું સ્કૂટર કેટલું વિશ્વાસપાત્ર છે અને તેના પર કેટલો વિશ્વાસ કરી શકાય છે.
વર્તમાન સમયમાં ખરીદદારો ફક્ત સ્પેસિફિકેશન્સ જોઈને સંતોષ પામતા નથી. તેઓ એક એવું સ્કૂટર ઈચ્છે છે કે જે સતત સારું પર્ફોમન્સ આપે અને દરરોજ માર્ગો પર એવી રેન્જ આપે કે જેના પર તેઓ સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.
સુઝુકીની શરૂઆતનો આધારઃ હકીકતમાં લોકો કેવી રીતે વ્હિકલ ચલાવે છે
સુઝુકીની ડેવલપમેન્ટ ટીમે સમગ્ર ભારતમાં વ્યાપક રિસર્ચ કર્યું છે. તેમણે EV તથા સ્કૂટર ઉપયોગ કરનાર લોકો સાથે વાતચીત કરી હતી, જેથી તેમને દૈનિક યાત્રા કે મુસાફરી કરતી વખતે તેમના વ્હિકલ પાસે કઈ અપેક્ષા રાખે છે. ટીમે એ બાબતની જાણ થઈ કે EV ચલાવતા લોકોને તેમના સ્કૂટરનો લગભગ એવી જ રીતે ઉપયોગ કરે છે કે જાણે સામાન્ય સ્કૂટર ચલાવનાર કરે છે. આ પૈકી મોટાભાગના લોકો દિવસ દરમિયાન 40 કિમીથી ઓછી યાત્રા કરે છે, ભાગ્યે જ 60 કિમી પ્રતિ કલાક ઝડપથી વ્હિકલ ચલાવે છે તથા તેઓ પ્રોડક્ટની ક્વોલિટી એટલે કે ગુણવત્તા તથા વિશ્વસનીયતા પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે.
આ નિષ્કર્ષોએ Suzuki e-ACCESSના વિકાસમાં માર્ગદર્શન આપ્યું, જેને લીધે ગુણવત્તા, દૈનિક ઉપયોગ, બેટરીની વિશ્વસનીયતા તથા વાસ્તવિક પરિસ્થિતિમાં વધારે સારા પર્ફોમન્સને ધ્યાનમાં રાખી નિર્માણ કરી શકાય. તેની IDC-પ્રમાણિત રેન્જ 95 કિમી છે, અને તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે કે દરરોજ મુસાફરી કરનાર લોકોને એક વિશ્વાસપાત્ર પરિવહનનું માધ્યમ મળી શકે તથા લાંબા સમય સુધી તેના પર વિશ્વાસ કરી શકાય.

રોડ પર ઈ-એસેસ ટેસ્ટીંગ
આ બાબતને જોવા કે સ્કૂટર ટેસ્ટ સેટિંગની બહાર કેવું પર્ફોમ કરે છે સુઝુકી તેને ગુરુગ્રામથી ગંગોત્રી(G2G) રાઈડ કેમ્પેઈન પર લઈ ગયેલ. આ માર્ગ પર વિવિધ પ્રકારની રાઈડિંગની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
- શહેરમાં ભારે ટ્રાફિક (ડેન્સ સિટી ટ્રાફિક)
- ખુલ્લા ધોરીમાર્ગો (ઓપન હાઈવેઝ)
- પહાડી વિસ્તારો(હિલી ટેરીન)
સંપૂર્ણ યાત્રા દરમિયાન ટીમને બેટરી લેવલ, કાપવામાં આવેલ અંતર, માર્ગોની સ્થિતિમાં ફેરફાર અને રાઈડર્સ પાસેથી મળનાર ફિડબેક પર ચાંપતી નજર રાખી. આ અંગેનો ઉદ્દેશ સીધો હતો: એ બાબતની ભાળ મેળવવાનો છે કે ફક્ત સર્ટીફાઈડ રેન્જ શું કહે છે, તેમ જ હકીકતમાં દૈનિક સ્થિતિમાં રાઈડર્સ કેટલા અંતર સુધી જઈ શકે છે.
e-ACCESS સાથે સુઝુકી શું વચન આપે છે
ઈલેક્ટ્રિક મોબિલિટીનો અર્થ ફક્ત કોઈ સર્ટીફિકેટ પર કોઈ આંકડા હાંસલ કરવાનો નથી. તેનો મૂળ ઉદ્દેશ ગ્રાહકોને એક એવી સફર આપવાનો છે કે જેના પર તેઓ દરરોજ વિશ્વાસ કરી શકે.
સુઝુકીના એન્જીનિયરિંગ એક્સપર્ટ તથા પ્રેક્ટિકલ ઉપયોગ અંગે ધ્યાન કેન્દ્રીત કરતાં e-ACCESSને એવી રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે કે તે દરેક પ્રકારની સ્થિતિમાં સતત સારું પ્રદર્શન કરે. પછી તે શહેરના ટ્રાફિકમાં ફસાવાની સ્થિતિ હોય, હાઈવે પર સ્પીડ સાથે ચલાવવાનું હોય કે પહાડી વિસ્તારો પર ચઢાણ કરવાનું- રિયલ વર્લ્ડમાં રાઈડર્સ તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ કરી શકે છે.
આત્મવિશ્વાસ તે રેન્જથી નથી આવતો કે જે અંગે દાવો કરવામાં આવે છે પણ તે એ રેન્જથી જ આવે છે કે જે હકીકતમાં મળે છે.
સુઝુકી e-ACCESS: રિયલ-વર્લ્ડ રેન્જ. રિયલ-વર્લ્ડ કોન્ફિડન્સ
