Tax Collection:પ્રત્યક્ષ કરવેરાની આવકમાં આવ્યો ઉછાળો, સરકારી તિજોરીમાં આવ્યા રૂપિયા 14.46 લાખ કરોડ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 09:09 AM (IST)Updated: Thu, 12 Nov 2026 09:12 AM (IST)
surge-in-net-direct-tax-collection-rs-1446-lakh-crore-flows-into-the-modi-governments-exchequer

Tax Collection:આવકવેરા વિભાગે 10 નવેમ્બર 2026 સુધીમાં પ્રત્યક્ષ કરવેરાની વસૂલાતને લગતી માહિતી જાહેર કર્યાં છે. નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 11.76 ટકાનો ઉછાળો આવ્યો છે. જેથી તે વધીને રૂપિયા 14.41 લાખ કરોડ થઈ ગયું છે. આમ સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

આવક વેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે 10 નવેમ્બર 2026ના રોજ પ્રત્યક્ષ કરવારેની વસૂલાત રૂપિયા 17,50,285.89 કરોડ થઈ છે. ગયા વર્ષની સમાન અવધિમાં આ આંકડો રૂપિયા 15,35,076.31 કરોડ હતો. આમ કૂલ કરવેરાની વસૂલાતમાં 14.02 ટકા ઉછાળો આવ્યો છે.

રિફંડમાં પણ નોંધપાત્ર વધારો

આંકડાકીય માહિતી પ્રમાણે સરકારે રૂપિયા 3,08,306.98 કરોડ રિફંડ આપ્યું હતું. એક વર્ષ અગાઉ આ અવધિમાં રિફંડના આંકડા રૂપિયા 2,44,872.21 કરોડ હતું. એટલે કે રિફંડમાં વાર્ષિક ધોરણે 25.91 ટકા વધારો થયો છે.

10 નવેમ્બર,2026 સુધીમાં રિફંડ પછી ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત ₹ 14,41,978.91 કરોડ હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ ₹12,90,204.10 કરોડ હતી. આ પાછલા વર્ષ કરતાં 11.76% નો વધારો દર્શાવે છે.