Stock Market Live Updates 30 October: અમેરિકામાં ફેડરલ વ્યાજદરોમાં 0.25 બેઝિઝ પોઈન્ટના ઘટાડા વચ્ચે ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 440 પોઈન્ટના ઘટાડા સાથે 84,579.87 પર અને નિફ્ટી 132.90 પોઈન્ટના ઘટાડા સાથે 25,917.15 પર કારોબાર કરી રહ્યો છે.
ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, ભારતી એરટેલ, મેક્સ હેલ્થ, એચડીએફસી લાઈફ, ટાટા સ્ટીલ અને ઈન્ફોસિસના શેરમાં 4.72 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, જિયો ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, વિપ્રો, મારૂતિ સુઝુકી અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં 2.17 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
મિડકેપ શેરની સ્થિતિ
ભારતી હેક્ઝાકોમ, એપીએલ અપોલો, ગોદરેજ પ્રોપર્ટી, સેલ અને આઈજીએલના શેરમાં 3.43 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો. જ્યારે પીબી ફિનટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, બીએચઈએલ, બેયર કૉર્પસાયન્સ, સુઝલોન એનર્જી અને ઓબરોય રિયલ્ટીના શેર 4.23 ટકાના વધારા સાથે ટ્રેડ થયા.
સ્મૉલકેપ શેરની સ્થિતિ
એલઈ ટ્રાવેન્યસ, એવરેસ્ટ, પિલાની ઈન્વેસ્ટ, કલ્યાણી ઈન્વેસ્ટ અને લક્ષ્મી ઑર્ગેનિકના શેર 14.89 ટકા સુધી તૂટ્યા છે. વિસાકા, વીએસટી, બ્લુ કાઉડ, ટ્રાંસ્પેક, સગિલિટીના શેરમાં 9.28 ટકાનો વધારો જોવા મળ્યો.
એશિયન અને અમેરિકન બજારોની સ્થિતિ
જાપાનનો નિક્કેઈ 225 0.14 ટકા ઘટ્યો હતો. ટોપિક્સ (TOPIX) 0.1 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાના બજારોમાં કોસ્પીમાં 1.01 ટકાનો વધારો થયો હતો. કોસ્ડેક 0.1 ટકા ઘટીને બંધ થયો હતો.
અમેરિકી બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 74.37 પોઈન્ટ્સ ઘટીને 47,632.00 પર આવ્યો હતો. એસએન્ડપી 500 0.30 પોઈન્ટ્સ ઘટીને 6,890.59 પર બંધ થયો હતો. તેમ છતાં નાસ્ડેક કમ્પોઝિટ 130.98 પોઈન્ટ્સના વધારા સાથે 23,958.47 પર બંધ થયો હતો.
