Stock Market Today: બિહારમાં NDA ની જીતને પગલે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા

સેન્સેક્સ 227.33 પોઈન્ટના ઉછાળા સાથે 84,785.04 પર અને નિફ્ટી 54.80 પોઈન્ટના ઉછાળા સાથે 25,967.95 પર કારોબાર કરી રહ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 17 Nov 2025 09:40 AM (IST)Updated: Mon, 17 Nov 2025 09:40 AM (IST)
stock-market-today-live-updates-13-november-gift-nifty-live-nse-bse-sensex-nifty-top-gainers-losers

Stock Market 17 November: બિહારમાં NDA ની જીતને પગલે ભારતીય શેર બજારની સપ્તાહના પહેલા દિવસે મજબૂત શરુઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 227.33 પોઈન્ટના ઉછાળા સાથે 84,785.04 પર અને નિફ્ટી 54.80 પોઈન્ટના ઉછાળા સાથે 25,967.95 પર કારોબાર કરી રહ્યો છે.

બજાજ ઑટો, શ્રીરામ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા કંઝ્યુમર, અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, એસબીઆઈ, એક્સિસ બેંક, જેએસડબ્લ્યૂ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, ટેક્ મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા 1.49 ટકા સુધી વધ્યા છે.ઈટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટ્રેન્ટ, ઈન્ડિગો, ટાટા સ્ટીલ અને ટીસીએસ 4.69 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરની સ્થિતિ
સ્ટાર હેલ્થ, ઈન્વેંચર્સ નોલેજ, જનરલ ઈન્શ્યોરન્સ, જીએમઆર એરપોર્ટ્સ, જીઈ વર્નોવા ટીડી, ક્રિસિલ અને પ્રેસ્ટીજ એસ્ટેટ 1.82 ટકા સુધી વધારો છે. એસ્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ, એજિસ વોપાક, વિશાલ મેગા માર્ટ, એમફેસિસ અને લિંડે ઈન્ડિયા 4.12 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ
વીએલએસ ફાઈનાન્સ, એચએમએ એગ્રો, વેસ્ટલાઈફ ફૂડ્ઝ, મનબા ફાઈનાન્સ, એસપી એપ્યરલ્સ અને યુકેન ઈન્ડિયા 11.96 ટકા સુધી ઉછાળો છે. ફિશર મેડિકલ, ફેઝ થ્રી, હઝૂર, સુરતવાલા બીજી, એપકોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ, એવરેસ્ટ કેન્ટો અને ક્રોસના શેર 9.95 ટકા સુધી તૂટ્યા છે.

અમેરિકન અને એશિયન બજારની સ્થિતિ

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.65 ટકા ઘટીને 47,147.48 પર બંધ થયું, જ્યારે S&P 500 નજીવા ઘટાડા સાથે 6,734.11 પર બંધ થયું. નાસ્ડેક 0.13 ટકા વધીને 22,900.59 પર બંધ થયું. એશિયન બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી 0.39 ટકા અને ટોપિક્સ 0.44 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.43 ટકા વધ્યો જ્યારે કોસ્ડેક 0.68 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ થોડો નીચો ખુલવાનો સંકેત આપે છે.