Edible Oil Prices Today in Gujarat 22 November 2025: આ સપ્તાહના અંતિમ દિવસે અમદાવાદ ખાતે ખાદ્યતેલ બજારમાં એકંદરે ભાવો સ્થિર રહ્યા હતા. સિંગતેલ, કપાસીયાતેલ સહિત વિવિધ તેલમાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
સિંગતેલ (નવો ડબ્બો)નો આજનો ભાવ- Groundnut Oil Prices At Ahmedabad
અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ નીચામાં રૂપિયા 2600 અને ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.
આ પણ વાંચો
કપાસીયા તેલનો આજનો ભાવ - Cottonseed Oil Prices At Ahmedabad
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250, ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.
સનફ્લાવર તેલનો આજનો ભાવ- Sunflower Oil Prices At Ahmedabad
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470 અને સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા.
15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે કામકાજ ધરાવતા હતા
