SBI Rate Hike:દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ ધિરાણ દરોમાં વધારો કર્યાં છે. બેંકે 15 ઓક્ટોબરથી માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 0.15 ટકા એટલે કે 15 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. જોકે ઓવરનાઈટ અને એક મહિનાની અવધિ માટે MCLRમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જે ગ્રાહકોને લોન MCLR સાથે સંકળાયેલ છે તેમનો વ્યાજ દર અને EMI પર આ ફેરફારની કોઈ અસર થઈ નથી. આ અસર લોનની શરતો અને વ્યાજ દરોમાં ફેરફારની આગામી તારીખ પર આધાર રાખશે.
SBIનો નવો દર MCLR
આ પણ વાંચો
SBIએ ત્રણ મહિનાની અવધિ માટે MCLRને 8.25 ટકાથી વધીને 8.40 ટકા કર્યો છે. છ મહિનાની અવધિ માટેનો દર 8.60 ટકાથી વધારીને 8.75 ટકા થઈ ગયો છે. એક વર્ષની અવધિ માટે MCLR હવે 8.85 ટકા છે, જે અગાઉ 8.70 ટકા હતો.
| અવધિ | જૂના MCLR | નવા MCLR |
| ઓવરનાઈટ | 7.85% | 7.85% |
| એક મહિના | 7.85% | 7.85% |
| ત્રણ મહિના | 8.25% | 8.40% |
| છ મહિના | 8.60% | 8.75% |
| એક વર્ષ | 8.70% | 8.85% |
| બે વર્ષ | 8.75% | 8.90% |
| ત્રણ વર્ષ | 8.80% | 8.95% |
આ પ્રકારના બે વર્ષની અવધિ માટેનો દર 8.75 ટકાથી વધારી 8.90 ટકા અને ત્રણ વર્ષ અવધિ માટે 8.80 ટકાથી વધારી 8.95 ટકા કરવામાં આવ્યો છે. ઓવરનાઈટ અને એક મહિનાની અવધિ માટેનો દર 7.85 ટકા પર સ્થિર છે.
EMI પર તેની શું અસર થશે?
MCLR એક એવો બેંચમાર્ક દર છે કે જેનો ઉપયોગ બેંક કેટલાક પ્રકારની લોનના વ્યાજ દર નક્કી કરવા માટે કરે છે. જે ગ્રાહકોના લોનના વ્યાજ દર MCLR સાથે સંકળાયેલ છે તેમના માટે દર વધવાથી વ્યાજનો બોજ વધી શકે છે અને EMIમાં વધારો થઈ શકે છે. જોકે, તમામ ગ્રાહકો પર તેની તાત્કાલિક અસર થશે નહીં. આ એ બાબત પર આધાર રાખશે કે લોનનો વ્યાજ દર ઓછો રીસેટ થાય છે અને લોનની શરતો કઈ છે.
