Silver Prices Crash:ચાંદીની કિંમતોમાં આજે એક કલાકમાં જ મોટો હડકંપ મચી ગયો છે. આ કિંમતી ધાતુની કિંમત એક કલાકમાં જ કીલો દીઠ ભાવ રૂપિયા 21000 ગગડીને રૂપિયા 2,33,000ની આજુબાજુ આવી ગયા હતા. દિવસની શરૂઆતમાં કિંમત રૂપિયા 2,54,000 આસપાસ થઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજાર પર અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સોમવારે ભાવ પહેલી વાર ઔંસ દીઠ 80 ડોલરને વટાવી ગયા, પરંતુ બાદમાં નફારૂપી વેચવાલી અને US પ્રમુખ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે શાંતિ વાટાઘાટોના સમાચાર વચ્ચે ભાવ 75 ડોલરની નીચે આવી ગયા.આ અહેવાલ લખાય છે ત્યારે ન્યૂયોર્ક ખાતે સિલ્વરનો વાયદો ઔંસ દીઠ 3.80 ડોલર એટલે કે 4.80 ટકા તૂટી 75.45 ડોલર પર ક્વોટ થયો છે.
ઘટાડાનાં મુખ્ય કારણો
આ ઘટાડાનાં સૌથી મોટા કારણો રોકાણકારો દ્વારા નફો બુકિંગ અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો છે. યુક્રેન યુદ્ધમાં શાંતિ સમજૂતીના અહેવાલ વચ્ચે સુરક્ષિત-રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ ઘટી છે. આ ઉપરાંત વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 181 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો આવ્યા બાદ આ નફારૂપી વેચવાલી જોવા મળી છે.
વર્ષ 1979 અને વર્ષ 2011 જેવી જ આપત્તિનો ભય
ઐતિહાસિક ઉદાહરણો ટાંકીને ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના મનીષ બંઠિયાએ જણાવ્યું હતું કે ચાંદીમાં આવા અદભુત ફાયદા સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થતા નથી.
તેમણે ધ્યાન દોર્યું કે વર્ષ 1979-80 અને વર્ષ 2011માં ચાંદીના ભાવ પણ અનુક્રમે 90% અને 75% થી વધુ ઘટ્યા પછી આસમાને પહોંચ્યા હતા. ગયા વર્ષે કિંમતો લગભગ ત્રણ ગણી વધી છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.
