Silver Price Crash: વર્ષ 2025ના અંતિમ દિવસોમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો(Silver Price Crash) થયો છે. MCX ખાતે સવારે 10 વાગે ચાંદીના ભાવમાં આશરે રૂપિયા 11 હજારથી વધારે ઘટાડો થયો છે. આ ઉપરાંત સોનામાં 10 ગ્રામ દીઠ ભાવમાં રૂપિયા 500નો કડાકો બોલાયો છે.
ચાંદીમાં કેટલો ભાવ ઘટશે?(Silver Price Crash)
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ખાતે સવારે 10 વાગ્યા આસપાસ ચાંદીમાં પ્રતી કલાક આશરે રૂપિયા 11 હજારનો ઘટાડો થયો છે. અત્યારે ભાવ રૂપિયા 2,40,650 પ્રતી કિલો છે, ચાંદીએ અત્યાર સુધીમાં રૂપિયા 2,32,228નો લો રેકર્ડ તથા ઊંચામાં રૂપિયા 2,42,000ની ઊંચી સપાટી બનાવી હતી.
ગઈકાલે ચાંદીનો ભાવ રૂપિયા 2,51,012 પ્રતિ કિલો પર બંધ થયો હતો અને આજે રૂપિયા 2,41,400 પ્રતિ કિલો પર ખુલ્યો હતો.
ગઈકાલે સાંજે IBJA પર 1 કિલો ચાંદીનો ભાવ ₹232,329 હતો. અગાઉ, 29 ડિસેમ્બર, 2025 ના રોજ, 1 કિલો ચાંદીનો ભાવ ₹235,440 હતો.
Silver Price 2026: શું ભાવમાં વધુ ઘટાડો થશે
કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં લેતા આપણે ચાંદીની નવી બેઝ રેન્જ રૂપિયા 150,000 પ્રતિ કિલો ગણી શકીએ છીએ. ચાંદીના ભાવમાં આ ઘટાડો નફા બુકિંગને આભારી હોઈ શકે છે.
Silver Price:ચાંદી કેમ ઘટી રહી છે?
તાજેતરની વાતચીતમાં કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાએ સમજાવ્યું કે ચાંદીમાં આ અસ્થિરતા પાછળ ઘણા કારણો છે. ચાંદીમાં હાલનો ઘટાડો યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા કરારને કારણે છે. જ્યારે પણ વૈશ્વિક અસ્થિરતા ઓછી થવા લાગે છે ત્યારે સોના અને ચાંદી જેવી ધાતુઓના ભાવ ઘટવા લાગે છે.
ચાંદીની ઉદ્યોગની માંગ વધી રહી છે. આ માંગને જોઈને સામાન્ય રોકાણકારોએ ETF અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું. તેનાથી માંગમાં વધુ વધારો થયો, જેના કારણે ભાવમાં વધારો થયો. અજય કેડિયાના મતે, આ ઘટાડો રોકાણકારો દ્વારા નફાની બુકિંગને કારણે છે.
