એમેઝોનની નો-કોસ્ટ EMI અને પ્રાઇમ મેમ્બર્સની બચતમાં મોટો ઉછાળો, ખરીદીમાં 50% નો વધારો નોંધાવ્યો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 10:30 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:30 AM (IST)
significant-surge-in-amazon-sales-and-savings-for-prime-members-50-percent-increase-in-purchases-recorded
Amazon-In-Gujarat-News-1789136640628.webp

Amazon:ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન દ્વારા ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 એ તેની સફળતા સાથે તહેવારોની સિઝનમાં નોંધપાત્ર સેલ્સ નોંધાવ્યું છે. આ તહેવારી શોપિંગ ઇવેન્ટે ગ્રાહક બચત, ખરીદીનું કુલ પ્રમાણ, સેલર્સની સફળતા અને પ્રોડક્ટ ડિલિવરીની ઝડપમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

વિવિધ ડીલ્સ, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, કૅશબેક, એમેઝોન પે રિવોર્ડ્સ અને ફ્રી પ્રાઇમ ડિલિવરી દ્વારા ગ્રાહકોએ કુલ ₹2,800 કરોડથી વધુની બચત કરી છે. ખાસ કરીને, પ્રાઇમ મેમ્બરોએ પ્રાઇમ-ઓન્લી ઑફર્સ દ્વારા વાર્ષિક ધોરણે 10 ગણી વધુ બચત મેળવી છે. આ ઉપરાંત, પ્રાઇમ મેમ્બરોને એક જ દિવસમાં ડિલિવરી મળવાના પ્રમાણમાં 3.6 ગણો વધારો જોવા મળ્યો છે.

 ટિઅર-2 તથા ટિઅર-3 શહેરોનું યોગદાન

આ ફેસ્ટિવલ દરમિયાન માત્ર મોટાં શહેરો જ નહીં, પરંતુ મહાનગરોની બહારના વિસ્તારોમાંથી પણ 70% કરતાં વધુ ગ્રાહકોએ ખરીદી કરી છે, જેનાથી ખરીદીના જથ્થામાં વાર્ષિક ધોરણે 50%થી વધુનો જબરદસ્ત વધારો નોંધાયો છે. સ્માર્ટફોન, સ્માર્ટવોચ, એથનિક વસ્ત્રો, હોમ ડેકોર અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં ગ્રાહકોએ પ્રીમિયમ કેટેગરીને વિશેષ પ્રાથમિકતા આપી છે. આર્થિક રીતે અનુકૂળ રહે તે માટે EMI આધારિત ખર્ચમાં 40%નો વધારો થયો છે, અને ખર્ચવામાં આવતા દર 10 રૂપિયામાંથી 9 રૂપિયા વ્યાજમુક્ત 'નો-કોસ્ટ EMI' હેઠળ વપરાયા છે.

આ સફળતા વિશે વાત કરતા એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગ્રાહકોએ તેમની તહેવારની આકાંક્ષાઓ પૂરી કરવા માટે એમેઝોન પર ભરોસો મૂક્યો છે તે અમારા માટે ગર્વની વાત છે. આ વર્ષે 50%થી વધુની વૃદ્ધિ સાથે અમે ગ્રાહકોને ₹2800 કરોડથી વધુની બચત કરાવી છે. ફેસ્ટિવલનું એક અઠવાડિયું હજી બાકી છે ત્યારે અમે વધુ ઉત્સાહજનક ડીલ્સ સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે ઉત્સુક છીએ.


નાના અને મધ્યમ વ્યવસાયિક સેલર્સ માટે આ સેલ અત્યાર સુધીનો સૌથી સફળ સાબિત થયો છે. અલાપ્પુઝા, ગુંતૂર, અજમેર, ભટિંડા અને હુગલી જેવા ટિઅર-૨ અને ટિઅર-3 શહેરોના વિક્રેતાઓએ યુનિટ વેચાણમાં મોખરે રહીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, એમેઝોન દ્વારા દેશના 120થી વધુ શહેરોમાં બેમાંથી એક પ્રોડક્ટ ગણતરીની મિનિટોમાં ડિલિવર કરવામાં આવી છે.