Festive Season:તહેવારોની આ સિઝનમાં ગુજરાતભરમાં ઓનલાઈન ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 'એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026' દરમિયાન ગુજરાતના ગ્રાહકો અને વિક્રેતાઓની મજબૂત સહભાગીતા રહી છે, જેમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યૂટી, હોમ-કિચન અને મોટા ઉપકરણોની માંગમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. આ તહેવારોમાં ગ્રાહકોએ સામાન્ય દિવસોની સરખામણીએ પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર અપગ્રેડ થવાનું અને વેલ્યૂ-આધારિત ખરીદી કરવાનું પસંદ કર્યું છે.
ગુજરાતમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને પર્સનલ કમ્પ્યૂટિંગની માંગ સામાન્ય દિવસો કરતાં લગભગ 6 ગણી વધી ગઈ છે. જેમાં લેપટોપ, ટેબ્લેટ, ગેમિંગ કન્સોલ, હેડફોન અને સાઉન્ડબાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એસી જેવા મોટા ઉપકરણોની માંગમાં રાજકોટમાં 15 ગણો, સુરતમાં 13 ગણો, અમદાવાદમાં 9 ગણો અને વડોદરામાં 8 ગણો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં સુરતમાં 33 ગણો અને અમદાવાદમાં 27 ગણો મોટો વધારો જોવા મળ્યો છે.
ફેશન અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પણ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. સુરતમાં રનિંગ શૂઝની માંગ 8 ગણી, રાજકોટમાં 6 ગણી અને વડોદરામાં 5 ગણી વધી છે. અમદાવાદમાં મહિલાઓમાં સલવાર સૂટ અને ફેસ-બોડી કેર પ્રોડક્ટ્સની માંગ તેજીથી વધી છે. સાથે જ, હેલ્ધી ફૂડ, કરિયાણા અને લોન્ડ્રી પ્રોડક્ટ્સના સ્ટોકિંગમાં પણ વધારો થયો છે.
એમેઝોન બજાર દ્વારા સમગ્ર રાજ્યમાં વેલ્યૂ શોપિંગને વેગ મળ્યો છે, જ્યાં રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 3 ગણો વધારો નોંધાયો છે. બીજી તરફ, 'એમેઝોન બિઝનેસ' પર રાજકોટમાં વ્યવસાયિક ચીજવસ્તુઓની ખરીદીમાં 17 ગણો અને અમદાવાદમાં 10 ગણો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં IT ઉપકરણો અને કાર્યસ્થળની જરૂરિયાતો મુખ્ય રહી છે.
આ ફેસ્ટિવલ દરમિયાન ગુજરાતના 2.8 લાખથી વધુ સેલર્સે ઉત્સાહભેર ભાગ લીધો છે. ગ્રાહકોએ ખરીદીને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા માટે એમેઝોનના AI શોપિંગ સહાયક ‘રુફસ’ (Rufus) અને ‘એમેઝોન લેન્સ’નો ભરપૂર ઉપયોગ કર્યો છે, જેનાથી તેમને પ્રોડક્ટની સરખામણી કરવામાં અને શ્રેષ્ઠ ડીલ્સ મેળવવામાં મદદ મળી છે.
