H-1B Visa: અમેરિકામાં ભારતીય IT કંપનીઓના ગ્રીન કાર્ડને લગતી અરજીમાં થયો મોટો ઘટાડો, H-1B Visa પરની નિર્ભરતા ઘટી

H-1B Visa:અમેરિકામાં ભારતીય IT કંપનીઓના ગ્રીન કાર્ડને લગતી અરજીમાં ભારે ઘટાડો થયો છે. આ સંજોગોમાં પર્મનેન્ટ લેબલ સર્ટીફિકેશન કાર્યક્રમથી 8 કંપનીઓને રદ્દ કરવાના અમેરિકાના નિર્ણયને તેમના કામકાજ પર તાત્કાલિક અસર મર્યાદિત રહેવાની શક્યતા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 11 Oct 2026 12:05 AM (IST)Updated: Sun, 11 Oct 2026 12:05 AM (IST)
significant-drop-in-green-card-applications-by-indian-it-companies-in-the-us-reliance-on-h1b-visas-decreased

H-1B Visa:અમેરિકામાં ભારતીય IT કંપનીઓના ગ્રીન કાર્ડને લગતી અરજીમાં ભારે ઘટાડો થયો છે. આ સંજોગોમાં પર્મનેન્ટ લેબલ સર્ટીફિકેશન કાર્યક્રમથી 8 કંપનીઓને રદ્દ કરવાના અમેરિકાના નિર્ણયને તેમના કામકાજ પર તાત્કાલિક અસર મર્યાદિત રહેવાની શક્યતા છે.

ડેટા દર્શાવે છે કે ઘણી કંપનીઓએ સસ્પેન્શન પહેલા પણ આ પ્રક્રિયા હેઠળ અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.અમેરિકાએ ગુરુવારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને HCL સહિત 8 કંપનીઓને તેના કાયમી શ્રમ પ્રમાણપત્ર કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ યાદીમાં કેપજેમિની, કોગ્નિઝન્ટ, માઇક્રોસોફ્ટ અને એડોબનો પણ સમાવેશ થાય છે.

US વહીવટીતંત્રનો આરોપ છે કે આ સિસ્ટમ દ્વારા વિદેશી કામદારોને કાયમી રહેઠાણ પૂરું પાડવાથી અમેરિકન કામદારોની તકો પર અસર પડે છે.પરમેનન્ટ લેબર સર્ટિફિકેશનના ડેટા પ્રમાણે US નાણાકીય વર્ષ 2024માં TCS પાસે 1,804 અને વર્ષ 2025માં 513 અરજી આવી હતી. વર્ષ 2026માં આ સંખ્યા ઘટીને માત્ર બે થઈ ગઈ. HCL પાસે વર્ષ 2025માં 323 અરજીઓ હતી, જ્યારે વર્ષ 2026માં 59 અરજી નોંધાઈ હતી.

વિપ્રો પાસે વર્ષ 2024 માં 257 અને વર્ષ 2025માં 523 અરજીઓ હતી. બીજી બાજુ ઇન્ફોસિસ પાસે વર્ષ 2024માં 87 અરજી હતી. આ કંપનીઓ માટે બધા વર્ષોનો તુલનાત્મક ડેટા ઉપલબ્ધ નથી, તેથી તેમના વલણોની સંપૂર્ણ તુલના શક્ય નથી. કેપજેમિનીમાં વર્ષ2024 માં 300 અને વર્ષ 2025 માં 361 અરજીઓ હતી, જે વર્ષ 2026 માં ઘટીને 98 થઈ ગઈ.

કોગ્નિઝન્ટે વર્ષ 2024 માં 1,236 અરજીઓ નોંધાવી હતી, પરંતુ વર્ષ 2025 અને વર્ષ 2026નો ડેટા ઉપલબ્ધ નથી. HCL ટેક્નોલોજીસના ભૂતપૂર્વ CEO વિનીત નાયરએ X પર લખ્યું હતું કે ગયા વર્ષે ભારતીય IT કંપનીઓએ કુલ 1,17,849 PERM પ્રમાણપત્રોમાંથી 1,400 કરતા ઓછા મેળવ્યા હતા.

તેમના મતે આ બે ટકાથી ઓછું છે, તેથી સસ્પેન્શનની સીધી અસર મર્યાદિત હોઈ શકે છે. નાસ્કોમ અને ટીસીએસએ એમ પણ કહ્યું છે કે પરમ અરજીઓ પહેલાથી જ ઘટી રહી છે.

ટીસીએસના મતે છેલ્લા બે વર્ષથી તેની અરજીઓ સિંગલ ડિજિટમાં રહી છે, તેથી સસ્પેન્શનથી તેની કાર્યબળ વ્યૂહરચના અને ક્લાયન્ટ સંબંધો પર અસર થવાની શક્યતા ઓછી છે. નાસ્કોમ કહે છે કે ભારતીય આઇટી કંપનીઓએ H-1B વિઝા પરની તેમની નિર્ભરતા ઘટાડી છે અને યુએસમાં સ્થાનિક ભરતીમાં વધારો કર્યો છે.