Gold Silver ETF Price: Gold-Silver ETFના ભાવ 4 ટકા સુધી તૂટ્યાં, મોંઘા ક્રુડ અને ઊંચી બોન્ડ યીલ્ડને લીધે વધ્યું દબાણ

Axis Gold 3.3 ટકા ઘટ્યા છે. Gold BEES પણ 2.83 ટકા ગગડ્યા છે. ICICI પ્રૃડેન્શિયલ Gold ETFમાં 2.98 ટકા તૂટ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 06:02 PM (IST)Updated: Mon, 28 Sep 2026 06:02 PM (IST)
significant-drop-in-gold-and-silver-etf-prices-check-rates-for-axis-gold-gold-bees-hdfc-silver-etf-and-other-gold-and-silver-etfs

Gold Silver ETF Price:અમેરિકામાં બોન્ડમાં ભારે વેચવાલી અને મોંઘા ક્રુડ ઓઈલની અસર સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી છે. તેને લીધે Gold And Silver ETFમાં આશરે 4 ટકા સુધી ઘટાડો થયો છે. 10 વર્ષના US Bond Yield વર્ષ 2007ની ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ક્રુડની કિંમત પણ ફરીથી પ્રતિ બેરલ 106 ડોલર થયા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પર ઉપલબ્ધ આંકડાકીય માહિતી પ્રમાણે Silver ETF આશરે 4 ટકા તૂટી ગઈ છે. HDFC Silver ETF 4.25 ટકા ઘટી રૂપિયા 209 સાથે કામકાજ કરે છે. જ્યારે Silve BEES 3.91 ટકા, ટાટા Silver ETF 3.75 ટકા ઘટ્યાં છે.

Sivlerની માફક Gold ETFમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. Axis Gold 3.3 ટકા ઘટ્યાં છે. Gold BEES પણ 2.83 ટકા ગગડ્યા છે. ICICI પ્રૃડેન્શિયલ Gold ETFમાં 2.98 ટકા તૂટ્યાં હતા. અન્ય Gold ETFમાં પણ 2-3 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. 

ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે વેચવાલી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અથવા MCX પર સોનાનો ઓક્ટોબર વાયદો 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આમ ભાવમાં રૂપિયા 3900 ઘટાડો થયો છે. ચાંદીમાં પણ 3.3 ટકા ઘટાડો થયો છે. 

MCX પર ડિસેમ્બર વાયદો ચાંદી રૂપિયા 7800 ઘટી રૂપિયા 2.27 લાખ પ્રતિ કીલો થયો છે. જ્યારે કોમેક્સ પર સોનું 3.3 ટકા ઘટી 4180 ડોલર પર છે. ચાંદી પણ આશરે 5 ટકા ગગડી 61.60 ડોલર પ્રતિ ઔંસ છે.