US Visa Waiting Time:અમેરિકા જવાની યોજના ધરાવતા ભારતીયો માટે વિઝીટર વિઝા (Visitor Visa)ની નિયુક્તિને લઈ વેઈટિંગ યથાવત છે. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી 17 સપ્ટેમ્બરના રોજ અપડેટ કરવામાં આવેલ વિઝા વેઈટીંગ(Visa Waiting)નો સમય ભારતના કેટલાક શહેરોમાં B-1/B-2 વિઝા માટે આગામી ઉપલબ્ધ ઈન્ટરવ્યુ નિયુક્તમાં 12 મહિનાનો સમય લાગી શકે છે.
B-1/B-2 વિઝા સામાન્ય રીતે અમેરિકા જનારા બિઝનેસમેન અને પર્યટક- યાત્રીઓ માટે હોય છે. જ્યારે વિદ્યાર્થી અને વિનિમય કાર્યક્રમો સાથે સંકળાયેલ F,M અને J વિઝા માટે નિમણૂંક અપેક્ષાકૃત જલદી ઉપલબ્ધ છે.
હૈદરાબાદમાં સૌથી લાબુ વેઈટિંગ
ભારતના મુખ્ય અમેરિકી વાણિજ્ય દૂતાવાસોમાં હૈદરાબાદમાં B-1/B-2 વિઝા માટે આગામી ઉપલબ્ધ ઈન્ટરવ્યુ માટે નિમણૂંક સમય 12 મહિના છે. તે સરેરાશ પ્રતીક્ષા સમય 11.5 મહિના છે. મુંબઈમાં B-1/B-2 વિઝા માટે સરેરાશ વેઈટિંગ ટાઈમ 11 મહિના છે.
ચેન્નઈમાં સ્થિતિ આ મુખ્ય કેન્દ્રોમાં અપેક્ષાકૃત ઓછો છે. અહીં B-1/B-2 Visa માટે સરેરાશ પ્રતીક્ષા સમય 7 મહિના અને ત્યારબાદ ઉપલબ્ધ નિયુક્તિ 7.5 મહિના બાદની છે.
સ્ટુડેન્ટ વિઝા માટે વધારે સારી સ્થિતિ
F, M અને J કેટેગરીની વિઝા માટે નિમણૂંકની ઉપલબ્ધતા B-1/B-2ની તુલનામાં વધારે છે. ચેન્નઈમાં આગામી ઉપલબ્ધ નિયુક્તિ આડધા મહિનાથી પણ ઓછા સમયમાં દર્શાવેલ છે. નવી દિલ્હીમાં આશરે 2 મહિના,હૈદરાબાદમાં 1.5 મહિના અને મુંબઈમાં 2.5 મહિનાનું વેઈટિંગ છે.
H,L,O,P અને Q જેવા અરજી આધારિત રોજગાર વિઝા કેટેગરીમાં પણ અલગ-અલગ શહેરોમાં વેઈટિંગ ટાઈમ અલગ છે. ચેન્નઈ અને મુંબઈમાં આગામી ઉપલબ્ધ નિમણૂંક આશરે 1.5 મહિના બાદ છે. નવી દિલ્હીમાં આ સમય 3 મહિના અને હૈદરાબાદમાં 5.5 મહિના છે.
સપ્ટેમ્બરના આંકડા કેટલાક શહેરોમાં અગાઉના મહિનાની તુલનામાં ફેરફાર દર્શાવે છે. મુંબઈમાં B-1/B-2 વિઝાનો સરેરાશ વેઈટિંગ ઓગસ્ટના 14 મહિનાથી ઘટી સપ્ટેમ્બરમાં 11 મહિના થઈ ગયો છે. જ્યારે હૈદરાબાદમાં તે 9.5 મહિનાથી વધી 11.5 મહિના થઈ ગયો છે. નવી દિલ્હીમાં સરેરાશ પ્રતિક્ષા 7.5 મહિના પર સ્થિર છે.
