Tonbo Imaging India IPO:ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયા લિમિટેડ તેના રૂપિયા 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો IPO 15મી ઓક્ટોબર 2026ના રોજ ખુલશે અને 19મી ઓક્ટોબરના રોજ બંધ થશે.એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગ બુધવાર એટલે કે 14મી ઓક્ટોબરના રોજ એક દિવસ માટે ખુલશે.
આ ઓફર માટે દરેક ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રૂપિયા 665થી રૂપિયા 700 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 21 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 21 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.આ ઓફરમાં સંપૂર્ણપણે શેરધારકો દ્વારા તેમના શેર વેચાણની ઓફર એટલે કે OFSનો સમાવેશ થાય છે.
આ અંતર્ગત રૂપિયા 2ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 1,21,74,046 ઇક્વિટી શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. કંપનીના ઇક્વિટી શેર BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ ખાતે તેના લિસ્ટ કરવાની દરખાસ્ત છે.JM ફાઇનાન્શિયલ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક બેંગાલુરુમાં આવેલું છે. કંપની વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) છે. કંપની સર્વેલન્સ, રિકોનેસન્સ, ટાર્ગેટિંગ અને કંટ્રોલ માટે સેન્સિંગ, ડેટા પ્રોસેસિંગ, કમ્યૂનિકેશન અને ગાઇડન્સ સિસ્ટમ્સનું ડિઝાઇન, ડેવલપમેન્ટ અને તેનું ઉત્પાદન કરે છે.
કંપનીની પ્રોડક્ટ્સમાં થર્મલ ઇમેજિંગ કોર, વેપન સાઇટ્સ, હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજિંગ બાયનોક્યુલર્સ, ટાર્ગેટિંગ સિસ્ટમ્સ, મિસાઇલ સીકર્સ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ કંપનીના ટૅક્ટિકલ સિસ્ટમ્સ અને પ્લેટફોર્મ સિસ્ટમ્સ વિભાગો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, કંપની ડ્રોનના મોટા સમૂહનો સામનો કરવા માટે ડાયરેક્ટેડ એનર્જી સિસ્ટમ્સ પણ વિકસાવી રહી છે. 30 જૂન, 2026 સુધીમાં ટોન્બો ઇમેજિંગે 24 દેશોમાં 28,000થી વધુ સિસ્ટમ્સ લાગુ કરી હતી.
