Stock market holidays October 2026:ગુરુવારથી એટલે કે 1લી ઓક્ટોબર મહિનાની શરૂઆત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં મહાત્મા ગાંધી જયંતીથી લઈ નવરાત્રી અને દશેરાનો તહેવાર પણ છે. આ દરમિયાન રજાઓને લીધે ભારતીય શેરબજારમાં પણ ટ્રેડિંગ ડે પણ ઓછા રહેશે. ઓક્ટોબર મહિનામાં ક્યારે-ક્યારે રજા રહેશે તે અંગે માહિતી મેળવશું.
NSEના રજાના કેલેન્ડર પ્રમાણે મહાત્મા ગાંધી જયંતીને લીધે શુક્રવારે 2 ઓક્ટોબરના રોજ ઈક્વિટીમાં ટ્રેડિંગ બંધ કહેશે. આ રજાને લીધે ભારતીય ઈક્વિટી બજારને વીકેન્ડની આજુબાજુ ટ્રેડિંગથી ત્રણ દિવસનો બ્રેક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 અને 4 ઓક્ટોબરના રોજ શનિવાર અને રવિવારનો દિવસ આવે છે.
આ દિવસોમાં સાપ્તાહિક રજાને લીધે બજાર બંધ રહેશે. એટલે કે ટ્રેડર્સને સતત ત્રણ દિવસની રજા બાદ સોમવારે 5 ઓક્ટોબરનારોજ ટ્રેડિંગની તક મળશે. ઈક્વિટી ટ્રેડિંગની માફક MCX હોલિડે કેલેન્ડર પ્રમાણે MCX પર એગ્રીકલ્ચર અને નોન-એગ્રીકલ્ચલ કોમોડિટી બન્નેમાં ટ્રેડિંગ 2 ઓક્ટોબરના રોજ સેશન બંધ રહેશે.
શેરબજાર માટે આગાી નિયત ટ્રેડિંગ રજા 20 ઓક્ટોબર 2026ના રોજ દશેરા પ્રસંગે હશે. 20 ઓક્ટોબરના રોજ મંગળવારનો દિવસ છે એટલે કે તે સપ્તાહ ફક્ત સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ ટ્રેડિંગ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ટ્રેડિંગ રજા 14 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના રાજો હતી.
