Stock Market Holiday On Ram Navami: રામ નવમી પ્રસંગે શેરબજાર ચાલુ રહેશે કે બંધ? જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

રામ નવમીના પ્રસંગે અનેક રાજ્યોમાં જાહેર રજાઓ છે. શેરબજારમાં 26મી માર્ચના રોજ રજા રહેશે. એટલે કે શેરબજારમાં કામકાજ થશે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Mar 2026 07:17 PM (IST)Updated: Wed, 25 Mar 2026 07:17 PM (IST)
stock-market-holiday-2026-are-nse-bse-shut-on-thursday-or-friday-for-shri-ram-navami-check-full-list-of-market-holidays

Stock Market Holiday On Ram Navami: દેશભરમાં ગુરુવારે એટલે કે 26 માર્ચના રોજ રામ નવમી(Ram Navami)ની ઉજવણી કરવામાં આવશે,આ દિવસે ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)નો અંતિમ દિવસ પણ છે. રામ નવમીના પ્રસંગે અનેક રાજ્યોમાં જાહેર રજાઓ છે. શેરબજારમાં 26મી માર્ચના રોજ રજા રહેશે. એટલે કે શેરબજારમાં કામકાજ થશે નહીં.

રજાઓની યાદી- Stock Market Holiday 2026

તારીખ દિવસ વિગત
26 માર્ચ ગુરુવાર શ્રી રામ નવમી-Shri Ram Navami
31 માર્ચ મંગળવાર શ્રી મહાવીર જયંતી-Shri Mahavir Jayanti
3 એપ્રિલ શુક્રવાર ગુડ ફ્રાઈડે-Good Friday
14 એપ્રિલ મંગળવાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી-Dr. Baba Saheb Ambedkar Jayanti
1 મે શુક્રવાર મહારાષ્ટ્ર દિવસ-Maharashtra Day
28 મે ગુરુવાર બકરી ઈદ-Bakri Id
26 જૂન શુક્રવાર મોહર્રમ-Muharram
14 સપ્ટેમ્બર સોમવાર ગણેશ ચતુર્થી-Ganesh Chaturthi
2 ઓક્ટોબર શુક્રવાર મહાત્મા ગાંધી જયંતી-Mahatma Gandhi Jayanti
20 ઓક્ટોબર મંગળવાર દશેરા-Dussehra
10 નવેમ્બર મંગળવાર દિવાળી - બલીપ્રતિપદા-Diwali-Balipratipada
24 નવેમ્બર મંગળવાર ગુરુ નાનક જયંતી (પ્રકાશ પર્વ)-Prakash Gurpurb Sri Guru Nanak Dev
25 ડિસેમ્બર શુક્રવાર નાતાલ (ક્રિસમસ)-Christmas

BSE,NSE અને MCX પર પર કોઈ કામકાજ થશે નહીં

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવાર, 26 માર્ચના રોજ શેરબજારોમાં રજા રહેશે. ગુરુવારે ઈક્વિટી અને ઈક્વિટી ડેરીવેટીવ્ઝમાં કોઈ જ પ્રકારનું કામકાજ થશે નહીં. BSE ની જેમ જ NSE ખાતે 26 માર્ચના રોજ બજાર કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે અને કોઈ જ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે BSE અને NSE નવા વર્ષની શરૂઆત થતા પેલા સમગ્ર વર્ષની રજાઓની યાદી જાહેર કરે છે. આ યાદીમાં રામ નવમી માટે 26મી માર્ચના રોજ અગાઉથી જ રજા જાહેર કરવામાં આવેલી છે. BSE, NSE ઉપરાંત MCX (Multi Commodity Exchange) પણ રામ નવમી પ્રસંગે રજા રહેશે.

બેંકો પણ બંધ રહેશે

26 માર્ચ ગુરુવારના રોજ શ્રી રામ નવમીના રોજ ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં બધી બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 27 માર્ચે રામ નવમીના કારણે મધ્ય પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, તેલંગાણા, બિહાર અને આંધ્રપ્રદેશમાં તમામ બેંકો બંધ રહેશે.