Stock Market Crash:શેરબજાર ધરાસાઈ, Sensex 1200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીએ 22300ની સપાટી ગુમાવી

Sensex Today | Nifty 50 | Stock Market 8 oct Updates: ભારતીય શેરબજારાં ગુરુવારે 8 ઓક્ટોબરના રોજ ભારે મંદીની સ્થિતિ જોવા મળી છે. સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટી ગયો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 08 Oct 2026 03:23 PM (IST)Updated: Thu, 08 Oct 2026 03:23 PM (IST)
stock-market-crashes-sensex-plunges-1200-points-nifty-slips-below-the-22300-mark

Sensex Today | Nifty 50 | Stock Market 8 oct Updates: ભારતીય શેરબજારાં ગુરુવારે 8 ઓક્ટોબરના રોજ ભારે મંદીની સ્થિતિ જોવા મળી છે. સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટી ગયો છે જ્યારે નિફ્ટીએ પણ 400 પોઇન્ટથી વધુ કડાકા સાથે 22,300ની સપાટી ગુમાવી દીધી છે. ITC, Bajaj ઉપરાંત અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.

રિઝર્વ બેન્ક(RBI) દ્વારા કરવામાં આવેલા નિર્ણયને પગલે રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વ્યાજ દરોમાં વધારો થવાથી આગામી સમયમાં બોરોઈંગ ખર્ચમાં વધારો થશે. તેની કંપની જગતની કમાણી પર વિપરીત અસર થઈ શકે છે. આ સંજોગોમાં માર્કેટ પાર્ટિસિપેટ્સ હવે RBIનું આગામી પગલું અને ઈન્ટરેસ્ટ રેટ સાઈકલ પર નજર રાખી રહ્યા છે.

ઘરેલુ બજાર ઉપરાંત વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેટ વચ્ચે ભારતીય રૂપિયો સતત મંદીમય સ્થિતિ વચ્ચે નવી રેકોર્ડ લો સપાટી બનાવી છે. નબળા રૂપિયાની અસર ખાસ કરીને એવી કંપનીઓ પર પડી શકે છે જેમના વ્યવસાયો આયાતકાર ઇનપુટ પર આધાર રાખે છે અથવા વિદેશી ચલણની હિલચાલથી પ્રભાવિત થાય છે. તેથી, રોકાણકારો હાલમાં વધુ સાવધ વલણ અપનાવી રહ્યા છે.