Stock Market Today:શેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 1200 પોઇન્ટથી વધુ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6 લાખ કરોડનો ઉછાળો

Stock Market Today:ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષક ખરીદી નિકળતા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 1300 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 10:59 AM (IST)Updated: Wed, 11 Nov 2026 11:12 AM (IST)
spectacular-rally-in-the-stock-market-investors-wealth-surges-by-rs-6-lakh-crore

Stock Market Today:ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષક ખરીદી નિકળતા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 1300 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેત, ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો થતા તથા સ્થાનિક-વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી વ્યાપક ખરીદી નિકળતા બજારને ટેકો મળ્યો મળ્યો હતો. 

આ સાથે આજની ભારે તેજીને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6 લાખ કરોડનો ફાયદો થયો છે. BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 506 લાખ કરોડથી વધી રૂપિયા 512 લાખ કરોડ થઈ ગયું છે.

બેન્ક,ઓટો, મિડકેપ સેક્ટરના શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1300 પોઇન્ટ વધી 82300 પર કામકાજ કરતો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 325 પોઇન્ટ વધી 25370 રહ્યો હતો. 

સૌથી વધારે તેજી નોંધાવનાર શેરોમાં ઈન્ડિગો, M&M, SBI, ટ્રેન્ટ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.જ્યારે એશિયન પેઇન્ટ, સનફાર્મા, ટાઈટન, TCSના શેરોમાં મંદી જોવા મળતી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પીમાં 0.49 ટકા ગટાડો થયો હતો. જોકે જાપાનનો નિક્કી, તાઈવાનનું શેરબજાર તેજીમય માહોલમાં જોવા મળ્યું હતું.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકે અને સમજૂતી થાય તેવા આશાવાદ વચ્ચે બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ 90 ડોલર અને WTI ક્રુડ ગગડીને 85 ડોલર આવી ગયું હતું. ઓગસ્ટ મહિના બાદ પ્રથમ વખત ક્રુડની કિંમત ઘટીને આ લેવલ પર આવી ગયું છે.