Prasol Chemicals IPO:અગ્રણી કંપની પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 8 સ્ટેમ્બર,2026ના રોજ ખુલશે અને 10મી સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લુ રહેશે. કંપનીનું આ જાહેર ભરણું 7મી સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે એન્કર ઈન્વેસ્ટર માટે ખુલ્લુ રહ્યું હતું.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 643થી રૂપિયા 676 નક્કી કરવામાં આવ્યો છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા 2 છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.આ ઓફરમાં રૂપિયા 800.00 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રૂપિયા 4,200.00 મિલિયન સુધીની ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.
ઓફરનું કુલ કદ રૂપિયા 5,000.00 મિલિયન છે. કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની સ્થાપના 1992માં થઈ હતી અને તેને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. કંપની એસિટોન અને ફોસ્ફરસ આધારિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉપરાંત જટિલ અને વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અન્ય સ્પેશિયાલિટી કેમિકલ્સનું ફોરવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન કરતી કંપની છે. 15 જુલાઈ, 2026 સુધીની સ્થિતિ મુજબ, કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રે અત્યંત વૈવિધ્યસભર કંપની છે, જે 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
DAM કેપિટલ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સને BSE અને NSEના મેઇન બોર્ડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
