Sollfege Smart Electronics IPO: સોલફેજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક્સ IPO 30 સપ્ટેમ્બરે ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ, લોટ સાઇઝ અને વિગતો

Sollfege Smart Electronics IPO Date: સોલફેજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડનો IPO 30 સપ્ટેમ્બર 2026 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. 21.78 કરોડના આ BSE SME IPO ની શેર દીઠ કિંમત 55 રૂપિયા છે. સંપૂર્ણ વિગતો અહીં જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 29 Sep 2026 11:41 AM (IST)Updated: Tue, 29 Sep 2026 11:41 AM (IST)
sollfege-smart-electronics-ipo-to-open-on-september-30-price-band-issue-size-and-details

Sollfege Smart Electronics IPO Date: કોલકાતા સ્થિત સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલી સોલફેજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Sollfege Smart Electronics Limited) એ, તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ માટે સબસ્ક્રિપ્શન બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર, 2026નાં રોજ ક્લોઝ થશે. ઇક્વિટી શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપની ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા 39,60,000 ઇક્વિટી શેર ₹55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર ઓફર કરી રહી છે, જે કુલ ₹21.78 કરોડ થાય છે.

₹55 પ્રતિ ઇક્વિટી શેરનો ઇશ્યૂ પ્રાઇસ એપ્લિકેશન વખતે ચૂકવવાનો રહેશે. આ ઇશ્યૂ માટેનો માર્કેટ લોટ 2,000 ઇક્વિટી શેરનો છે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ ₹2.20 લાખ થશે. HNI રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ ₹3.30 લાખ થશે. Finshore Management Services Ltd. આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે Kfin Technologies Ltd. ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

એક નજરમાં Sollfege Smart Electronics IPO ની વિગતો

  • ઈશ્યૂ ઓપનિંગ: 30 સપ્ટેમ્બર, 2026
  • ઈશ્યૂ ક્લોઝિંગ: 5 ઓક્ટોબર, 2026
  • ઈશ્યૂ પ્રાઇસ બેન્ડ: 55 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર
  • ઈશ્યૂ સાઇઝ: 21.78 કરોડ રૂપિયા
  • કુલ ઓફર કરાયેલા શેર: 39,60,000 ઈક્વિટી શેર
  • ફેસ વેલ્યુ: 10 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર

કંપની તેના રિટેલ નેટવર્કના વિસ્તરણને એક્સપાન્ડ કરવા માટે IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જેમાં 12 નવા શોરૂમ શરૂ કરવા માટે ₹8.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તરણથી કંપનીની રિટેલ પ્રેઝન્સ મજબૂત થવાની અને ગ્રાહકો સુધી વધુ વ્યાપક પહોંચ બનાવવાની અપેક્ષા છે. આ સાથે, કંપનીના વધતા ઓપરેશન્સને સપોર્ટ કરવા માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે ₹9.67 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. બાકીના ₹1.80 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે, જે કંપનીને તેના એક્સપાન્શન પ્લાન્સ સાથે તેની વ્યાપક બિઝનેસ જરૂરિયાતોને સપોર્ટ કરવા માટે જરૂરી રિસોર્સ પૂરા પાડશે.

IPO અંગે વાત કરતાં Sollfege Smart Electronics Limitedનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં, Sollfegeએ પસંદગીનાં પ્રોડક્ટ પોર્ટફોલિયો અને અમારા Experience Centre આધારિત અભિગમ દ્વારા પ્રીમિયમ ઓડિયો, વીડિયો અને સ્માર્ટ હોમ ઓટોમેશન સોલ્યુશન્સ ગ્રાહકો સુધી પહોંચાડીને પોતાની ઓળખાણ બનાવી છે. અમારું માનવું છે કે પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટેડ લિવિંગની વધતી માંગ અમારા જેવા સ્પેશિયલાઇઝ્ડ પ્લેયર્સ માટે નવી તકો ઊભી કરે છે. અમારી સફરનાં આગામી તબક્કામાં પ્રવેશતા, અમારું ધ્યાન માર્કેટમાં અમારી હાજરી મજબૂત કરવા, ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવવા અને પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટ તથા સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં Sollfegeને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કરવા પર રહેશે."

ગ્રાહકો વચ્ચે વધુ સારા હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવ અને વધુ સ્માર્ટ તથા કનેક્ટેડ લિવિંગ સ્પેસની માંગ Sollfege માટે નવી તકો ઊભી કરી રહી છે. આ સેગમેન્ટમાં પોતાના અનુભવ, સ્થાપિત Experience Centre મોડલ અને હોમ થિયેટર, હાઇ એન્ડ ઓડિયો, પ્રોજેક્ટર્સ તથા સ્માર્ટ ઓટોમેશન સુધી ફેલાયેલા પોર્ટફોલિયો સાથે કંપની વિવિધ માર્કેટમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા માટે સારી સ્થિતિમાં છે. કંપની પોતાના રિટેલ નેટવર્કનો વિસ્તાર અને ગ્રાહકો સુધી પોતાની પહોંચ મજબૂત કરતી વખતે, પોતાની વર્તમાન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા, પ્રીમિયમ હોમ સોલ્યુશન્સની વધતી માંગનો લાભ લેવા અને સતત વિકસતા સ્માર્ટ લિવિંગ તથા હોમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Sollfege Smart Electronics Limited વિશે

Sollfege Smart Electronics Limited કોલકાતા સ્થિત કંપની છે, જે પ્રીમિયમ ઓડિયો, વીડિયો અને હોમ ઓટોમેશન સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે. 2012માં સ્થાપિત થયેલી કંપનીએ પ્રીમિયમ ઓડિયો અને વીડિયો એસેસરીઝ સાથે પોતાની શરૂઆત કરી હતી. ત્યારબાદ કંપનીએ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં હોમ થિયેટર સિસ્ટમ્સ, હાઇ-એન્ડ ઓડિયો, પ્રોજેક્ટર્સ, સ્પીકર્સ અને સ્માર્ટ હોમ ઓટોમેશન સોલ્યુશન્સનો સમાવેશ કર્યો છે.

Sollfegeએ પસંદગીના શહેરોમાં Experience Centres પણ વિકસાવ્યા છે, જ્યાં ગ્રાહકો કંપનીના વિવિધ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સને રૂબરૂ જોઈ અને તેનો અનુભવ કરી શકે છે.

પ્રીમિયમ ટેક્નોલોજી અને વ્યક્તિગત ગ્રાહક અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપની એવા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરે છે, જેઓ વધુ સારા હોમ એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટેડ લિવિંગ સોલ્યુશન્સની શોધમાં છે.