Reliance Shares Price: Reliance શેરોમાં ભારે તેજી, શાનદાર ત્રિમાસિક પરિણામોથી રોકાણકારોને તગડો નફો, બ્રોકરેજ ફર્મોએ આપ્યું BUY રેટિંગ

Reliance Shares Price: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. આ શેરમાં આશરે 4.5 ટકા ઉછાળો આવ્યો છે. BSE પર શેરનો ભાવ રૂપિયા 1163.55ના બંધ લેવલની તુલનામાં તે રૂપિયા 1227.40 પર ખુલ્યો હતો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 10:51 AM (IST)Updated: Mon, 02 Nov 2026 10:51 AM (IST)
reliance-share-prices-surge-6-per-cent-on-strong-q2-results-check-new-target-price-for-stock

Reliance Shares Price: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. આ શેરમાં આશરે 4.5 ટકા ઉછાળો આવ્યો છે. BSE પર શેરનો ભાવ રૂપિયા 1163.55ના બંધ લેવલની તુલનામાં તે રૂપિયા 1227.40 પર ખુલ્યો હતો અને આશરે 6 ટકા તેજી સાથે રૂપિયા 1,234 બોલાયો છે.કંપનીનો શેર ભાવ રૂપિયા 83.30 અથવા 7.15 ટકા વધી રૂપિયા 1248.20 થયો છે.

શેરમાં તેજી પાછળ રિલાયન્સ અને જિયોના શાનદાર પરિણામો માનવામાં આવે છે. કંપનીએ શુક્રવારે સાંજે ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં હતા, જેની અસર પ્રમાણે આજે શેરમાં જોવા મળી છે. અનેક બ્રોકરેજ કંપનીઓના શેર પર ખરીદીની સલાહ આપી છે.

શેરમાં કેટલો ટાર્ગેટ થશે

બ્રોકરેજ ફર્મ RIL ને લઈ હકારાત્મક અસર જોવા મળી છે અને તેને પોતાના રિપોર્ટોમાં Buy રેટિંગ આપવામાં આવ્યું છે. ટાર્ગેટ પ્રાઈઝ અલગ-અલગ છે, જે O2C માર્જીનના સસ્ટેનેબલિટી અને રિટેલ સેક્ટરમાં રિકવરીની ઝડપને લઈ તેની વિવિધ અપેક્ષાને દર્શાવે છે.

જે પ્રમાણે જેપી મોર્ગન પોતાના ટાર્ગેટ વધારીને રૂપિયા 1,675 કરવામાં આવી છે. જ્યારે જેફરીઝે તેને રૂપિયા 1,710 યથાવત રાખ્યો છે. MK અને મોતીલાલ ઓસવાલે Buy રેટિંગ જાળવી રાખ્યું છે, જોકે પોતાના ટાર્ગેટ પ્રાઈઝને ઘટાડ્યો છે.

શેરબજારમાં શાનદાર તેજી

ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળી 75494 રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 293 પોઇન્ટ અથવા 1.27 ટકા વધી 23,346 રહ્યો છે.