RIL Fuel Exports:મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)એ પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને લીધે સપ્લાઈમાં આવેલ અવરોધ વચ્ચે યોગ્ય તકો શોધીની રહી છે. આ માટે કંપનીએ પોતાની ઈંધણની નિકાસ એટલે કે Fuel Export પૂર્વી અને દક્ષિણ આફ્રિકા, ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર તથા અન્ય યુરોપના બજારો તરફવાળી છે.
કંપનીના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ પ્રમાણે તેનાથી રિલાયન્સને આ બજારોમાં પોતાની હિસ્સેદારી એટલે કે બજાર હિસ્સેદારી આશરે 50 ટકા સુધી વધારવામાં મદદ મળી છે. RIL ઓસ્ટ્રેલિયા,કેન્યા તથા તાન્ઝાનિયામાં પ્રીમિયમ ગેસોલીન ગ્રેડ માટે પણ નવી તકો શોધશે, જ્યારે ભૂમધ્ય સાગર વિસ્તારમાં ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(ATF)નો સપ્લાઈ વધારશે.
ભૂમધ્ય સાગર બજારોમાં છે ઉત્તમ તક
RILમાં સપ્લાઈ અને ટ્રેડિંગ બાબતના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીનિવાસન ટુટ્ટાગુંટાએ કહ્યું કે ડીઝલ અને જેટ ફ્યુઅલની બાબતમાં સપ્લાઈની અછતને લીધે અમે ભૂમધ્ય સમુદ્ર સાથે સંકળાયેલ બજારોમાં સારી તક મળી છે.
RILના ઓઈલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ કંપનીની બીજા ત્રિમાસિક ગાળાની કમાણીમાં સૌથી મોટું યોગદાન આપ્યું. તેમાં EBITDA 68 ટકા વધી રેકોર્ડ રૂપિયા 25,203 કરોડ પહોંચ્યું છે. ઊંચી ઊર્જા કિંમતોને લીધે O2Cથી થતી રેવેન્યુ 44 ટકા વધી રૂપિયા 2,31,601 કરોડ થયેલ છે.
ક્રુડ ઓઈલની કિંમતમાં કેટલો થયો વધારો
પશ્ચિમ એશિયાના સંઘર્ષને લીધે એનર્જી સપ્લાઈ ચેઈન અવરોધિત થઈ છે, તેને લીધે ક્રુડ ઓઈલની કિંમતમાં વાર્ષિક ધોરણે આશરે 41 ટકા વધારો થયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલની કિંમતોમાં 50 ટકાથી 78 ટકા સુધી ઉછાળો આવ્યો છે.
RILએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને લો-સલ્ફર (ઓછા સલ્ફરવાળા) ATF પણ સપ્લાઈ કર્યો છે જેથી નિકાસને લગતી નવી તક ખુલી શકે છે. કંપની આ નિકાસ વ્યૂહાત્મક રીતે એવા સમય પર રજૂ કરી છે કે જ્યારે વૈશ્વિક સ્તર પર રિફાઈનિંગ માર્જીનમાં ભારે તેજી જોવા મળી રહી છે. આ સંજોગોમાં ભૂ-રાજકીય તણાવ, રિફાઈનરીઓ બંધ થવા તતા ઈંધણનો સ્ટોક ખૂબ જ ઘટી જવાને લીધે ઉત્પાદન સપ્લાઈની સ્થિતિ તંગ બની છે.
