ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ તેમના બાળકોમાં વહેચવામાં આવે તો આકાશ, ઈશા અને અનંત અંબાણી કેટલા સમૃદ્ધ બની જશે?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના કારોબારને ઓઈલ, ગેસ તથા પેટ્રોકેમિકલ્સથી આગળ વધી ટેલિકોમ, રિટેલ તથા ડિજિટલ સેક્ટર સુધી પહોંચાડ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 03:52 PM (IST)Updated: Sat, 31 Oct 2026 03:54 PM (IST)
if-mukesh-ambanis-net-worth-were-to-be-divided-among-his-children-how-wealthy-would-akash-isha-and-anant-ambani-become

Reliance Industries:દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની સંપત્તિને લઈ ચર્ચામાં રહેતા હોય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના કારોબારને ઓઈલ, ગેસ તથા પેટ્રોકેમિકલ્સથી આગળ વધી ટેલિકોમ, રિટેલ તથા ડિજિટલ સેક્ટર સુધી પહોંચાડ્યો છે.

વર્તમાન સમયમાં તેમના કારોબારનું સામ્રાજ્ય દેશના અર્થતંત્રમાં અત્યંત મહત્વનું યોગદાન આપી રહેલ છે.28 ઓક્ટોબરના રોજ તેમની ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું લિસ્ટીંગ થયું હતું. આ લિસ્ટીંગે જિયોને ભારતની બીજા ક્રમની સૌથી મોટી કંપની બનાવી દીધી છે. પ્રથમ સ્થાન પર જિયોની મુખ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. એટલે કે ભારતની ટોચની 2 કંપની મુકેશ અંબાણીની છે. રિલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 15,76,405 કરોડ છે જ્યારે જિયો પ્લેટફોર્મનું માર્કેટ કેપિટલાઈઝેન રૂપિયા 13,18,089 કરોડ છે. 

જોકે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે મુકેશ અંબાણી તેમની સંપૂર્ણ નેટવર્થ તેમના ત્રણેય બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી વચ્ચે સમાન રીતે વહેચશે, તેમના બાળકોના ભાગમાં કેટલી સંપત્તિ આવી છે તે અંગેનો જવાબ ખૂબ જ રસપ્રદ છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કેટલી છે?

ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ પ્રમાણે 30 ઓક્ટોબર 2026 સુધીમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આશરે 80 બિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો તે આશરે ₹7.5 લાખ કરોડ થશે. આ સંપત્તિ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. Jioના લિસ્ટિંગ પછી મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં વધુ વધારો થયો છે. તેઓ ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે.

જો એક ડોલર 90 રૂપિયાનો હોય તો મુકેશ અંબાણીની ભારતીય ચલણમાં કુલ સંપત્તિ આશરે 7.20 લાખ કરોડ રૂપિયા છે. આ રકમ એટલી વિશાળ છે કે સામાન્ય વ્યક્તિ માટે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

જો સંપત્તિ ત્રણ બાળકોમાં સમાન રીતે વહેંચવામાં આવે તો કોને કેટલી મળશે?

જો ભારતના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણીની 80 અબજ ડોલરની કુલ સંપત્તિ તેમના ત્રણ બાળકોમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેકને આશરે 26.67 અબજ ડોલર મળશે.

ભારતીય રૂપિયામાં તેની ગણતરી આ પ્રમાણે કરવામાં આવશે:

  • આકાશ અંબાણી: આશરે $26.67 બિલિયન અથવા ₹2.40 લાખ કરોડ
  • ઈશા અંબાણી: આશરે $26.67 બિલિયન અથવા ₹2.40 લાખ કરોડ
  • અનંત અંબાણી: આશરે $26.67 બિલિયન અથવા ₹2.40 લાખ કરોડ 

તેનો અર્થ એ થયો કે આ કાલ્પનિક વિભાજન પછી, ત્રણેયમાંથી દરેક પાસે આશરે ₹2.40 લાખ કરોડની સંપત્તિ હશે. આ આંકડો અંબાણી પરિવારની સંપત્તિની વિશાળતાને દર્શાવે છે.

ત્રણ બાળકો બિઝનેસ સંભાળી રહ્યા છે

મુકેશ અંબાણીના ત્રણેય બાળકો હવે કૌટુંબિક વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. આકાશ અંબાણી રિલાયન્સ જિયોના ચેરમેન છે અને ટેલિકોમ અને ડિજિટલ વ્યવસાયોનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનું સંચાલન કરી રહ્યા છે.

બીજી બાજુ અનંત અંબાણી રિલાયન્સના નવા ઉર્જા વ્યવસાય અને ગ્રીન ઉર્જા પ્રોજેક્ટ્સમાં સક્રિય રીતે સામેલ છે. ત્રણેયને વર્ષ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ બાબાત દર્શાવે છે કે મુકેશ અંબાણી તેમના બિઝનેસ સામ્રાજ્યનું સુકાન આગામી પેઢીને સોંપી રહ્યા છે.