Paras Healthcare IPO:પારસ હેલ્થકેર લિમિટેડના ઈક્વિટી શેરોનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આગામી 21 ઓક્ટોબર 2026થી 23 ઓક્ટોબર 2026 દરમિયાન ખુલ્લો રહેશે. કંપનીએ આ જાહેર ભરણા માટે શેરદીઠ રૂપિયા 660થી રૂપિયા 693 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
રોકાણકારો ઓછામાં ઓછા 21 શેર માટે અને ત્યારબાદ 21 શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે. આ IPOમાં રૂપિયા 500 કરોડ સુધીના ફ્રેશ ઇક્વિટી શેર અને વેચાણકર્તા શેરધારક દ્વારા રૂપિયા 950 કરોડ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. આમ ઓફર સાઇઝ રૂપિયા 1,450 કરોડ સુધીની રહેશે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા 1 છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા દીઠ રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.કંપનીએ લીધેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક વહેલી ચુકવણી કરવા ,કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પ્લસ મેડિકેર હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ (પીએમએચપીએલ)માં રોકાણ કરવા તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરશે.આ ઓફર માટે JM ફાઇનાન્શિયલ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર તરીકે રહેશે.
આ આઈપીઓ માટે એન્કર ઈન્વેસ્ટર્સ માટે ઓફરનો સમય 9 ઓક્ટોબર 2026 એટલે કે એક દિવસ માટે રહેશે.તમામ સંભવિત બિડર્સે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (ASBA) પ્રક્રિયાનો ઉપયોગ કરવો ફરજિયાત છે. આ માટે તેમણે તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો આપવાની રહેશે.
